પોલીસ પ્રજા ની મિત્ર હોવાનું સાર્થક કરતી ઝીંઝુવાડા પોલીસ

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્ર દેવધા સાહેબ કાયદો અને વ્યવસ્થા ની જાળવણી ની સાથે પ્રજાકીય માનવીય લાભાર્થી કામગીરી કરવા પણ દરેક પોલીસ અધિકારી ઓ ને સૂચના કરેલ હોય જે અન્વયે

તારીખ6/12/19 ના રોજ ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થેલેસિમયા ના રોગ ગ્રસ્ત બાળકો ને લાભાર્થ રક્તદાન શિબિર સુરેન્દ્રનગર ચોવીસી નવયુવાનો જેમાં

જયવિસિંહ ઝાલા તથા સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ ના પ્રમુખ શ્રી સુબોધ જોશી તથા બી.કે પરમાર તથ રૂતુરાજ રાઠોડ

આયોજિત આ શિબિર ની જાણ થતાં ઝીંઝુવાડા પોલીસ સબ ઈન્સ.ચંદ્રકાન્ત માઢક ને આ શિબિર માં વધુ ને વધુ રક્તદાન થાય તે અંગે સૂચના કરતાં આ અંગે ગામ મા હાઇસ્કુલ તથા કોલેજ માં જઈ વિદ્યાર્થીઓ ને અપીલ કરી તથા જાહેર માં બોર્ડ પર

તથા સોશ્યલ મીડિયા થી જનતા માં પ્રસિદ્ધિ અપાવી રક્તદાન કરવા પોલીસ દ્વારા અપીલ કરવા મા આવેલ અને આજરોજ રક્તદાન શિબિર મા ઝીંઝુવાડા પોલીસ સ્ટાફ ઉપરાંત હોમગાર્ડ તથ જી.આર.ડી. ના સભ્યો સાથે રક્તદાન કરેલ જે અભિગમ થી આયોજકો તથા મેડિકલ ટીમ ના જિલ્લા તબીબી અધિકારી ડો.એન.બી રાવલ તથા પેથોલોજીસ્ટ ડો.એમ.આર.પ્રજાપતિ તથા મેડિકલ ઓફિસર ડો.પી.એચ.ભૂત ના પોલીસ ની આ રક્તદાન શિબિર માં જે માનવીય અભિગમ ના કારણે વધુ રક્તદાન થયેલ અને પોલીસ પ્રજા નો મિત્ર હોવા નું સૂત્ર સાર્થક કરેલ છે તેવું લાગણીસભર રીતે જણાવેલ

આ રક્તદાન શિબિર ની કામગીરી અંગે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ના

પો.સ.ઇ ચંદ્રકાન્ત માઢક તથા હેડ કોન્સ.દાનાભાઈ તથા સાગરભાઈ કલોત્ર તથા પો.કોન્સ ગોવિંદભાઈ ભરવાડ તથા ડ્રા. જેનુભાઈ તથા હમીદ ખાન એ રક્તદાન કરવા જાહેર પ્રસિદ્ધિ અંગે તથા જાતે રક્તદાન કરી ઉપરી અધિકારીશ્રી ઓ ની સૂચના મુજબ સરાહનીય કાર્ય કરેલ છે

Translate »
%d bloggers like this: