ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા નદી કાંઠા પરથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી

બ્રેકીંગ ન્યુઝ

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા નદી કાંઠા પરથી અજાણ્યા પુરુષની લાશ મળી.
ભાલોદ ગામે નર્મદા નદીના કિનારા પર વહેલી સવારે એક પુરૂષની લાશ તરતી જોવા મળી હતી , ભાલોદના એક માછીમારને કિનારા પર લાશ તરતી દેખાતા તેણે રાજપારડી પોલીસને તત્કાલ જાણ કરી હતિ

ત્યાર બાદ રાજપારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લાશને પાણીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.ભાલોદ નર્મદા નદીમાં એક અજાણ્યા પુરૂષની લાશ તણાઈને આવેલી જોવા મળતાં લોક ટોળા ઉમટી પડ્યા હતા, લાશને પાણીમાંથી બહાર કાઢતા તેના માથા પર ભગવા રંગનો એક કપડું બાંધેલું હતુ તેથી કોઈ સાધુ સંતની લાશ હોય તેમ લાગી રહ્યું હતું


ત્યારબાદ ત્યાં રાજપારડી પોલીસે પહોંચી અને લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી,
લાશને બહાર કાઢતા સાધુ સંત જેવા લાગતા અંદાજે ૬૨ વર્ષિના પુરુષની હોય તેમ જાણવા મળ્યું હતું લાશ પાણીમાં ફૂલી ગઇ અને ડિકંપોઝ હાલતમાં થઇ ગયેલ હોય માટે સ્થળ પર જ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને આ લાશને ભાલોદ ખાતે દફન કરવામા આવી હતી ,

સાધુ સંત જેવા જણાતા પુરુષની લાશ નદીમાં પ્રવાહમા ક્યાંથી તણાઇને આવી છે અને કેવી રીતે એની મૃત્યુ થઈ છે કે આત્મહતા અથવા કોઇ વ્યક્તિ એ સાધુ ને મારિને નદિમા નખિ દીધા છે…તે જોવું રહ્યું…

.. હાલ એની તપાસ રાજપારડી પોલીસે દ્વવારા હાથ ધરવામાં આવી રહી છે…

Translate »
%d bloggers like this: