૨૧મી જુને યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા જિલ્લા કલેક્ટર કોઠારીનો પ્રજાજનોને જાહેર અનુરોધ. કોરોના મહામારી ના કારણે યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલીના કોન્સેપ્ટ અપનાવીને ઘરેથી યોગા કરાશે. યોગા કરી શું કોરોનાને હરાવીશું (ડુ યોગા બીટ કોરોના ) લખી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા નર્મદા વહીવટીતંત્રની અપીલ.

તા. ૨૧મી જુને યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા જિલ્લા કલેક્ટર કોઠારીનો પ્રજાજનોને જાહેર અનુરોધ.
કોરોના મહામારી ના કારણે યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલીના કોન્સેપ્ટ અપનાવીને ઘરેથી યોગા કરાશે.
યોગા કરી શું કોરોનાને હરાવીશું (ડુ યોગા બીટ કોરોના ) લખી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા નર્મદા વહીવટીતંત્રની અપીલ.

ભારત સરકારના આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્રારા દર વર્ષે તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે કોરોના મહામારીના કારણે યોગા એટ હોમ,યોગા વિથ ફેમિલીનો કોન્સેપ્ટ અપનાવીને આપણે સૌએ ઘરેથી જ તા.૨૧/૦૬/૨૦૨૦ ના રોજ સવારના ડી.ડી.ગીરનાર પરથી ૭ વાગ્યે મુખ્યમંત્રીના પ્રવચન બાદ યોગા પ્રોટોકોલ પ્રમાણે યોગભ્યાસ ઘરેથી જ કરવા કલેક્ટરે પ્રજાને અનુરોધ કર્યો છે.

વડાપ્રધાનના તા. ૩૧/૦૫/૨૦૨૦ ના મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યા મુજબ માય લીઈફ માય યોગા વિષય ઉપર વિડિયો બ્લોગીંગ કન્ટેસ્ટ જાહેર કરી તેમાં દરેકને ભાગ લેવા જણાવેલ છે. જે અંર્તગત ભાગ લેનારે ૩ મિનિટના સમયગાળામાં ૩ યોગિક ક્રિયાઓ સાથેનો સોર્ટ વિડિયો મેસેજ બનાવી અપલોડ કરવા અપીલ કરવામાં આવેલ છે, જે માટેની એન્ટ્રીઓ આયુષ મંત્રાલયની વેબ સાઈટ ઉપર તથા અન્ય બે ચેનલ પર પણ કરી શકાશે. વિજેતાને રૂ. ૨૫,૦૦૦/- થી રૂ.૧,૦૦,૦૦૦/- ની વિવિધ શ્રેણીમાં ઇનામ જાહેર કરાયેલ છે, જેમાં નર્મદા કલેકટર એમ. આર. કોઠારી દ્રારા નર્મદાની જાહેર જનતાને વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

તમામ નાગરિકોને યોગા કરીશું કોરોના ને હરાવીશું ને સપોર્ટ કરવા તા.21 જૂનના રોજ ફેવરેટ યોગાસન કરો, પોતાના ફોટો ફેસબુક, ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર હેશટેગ ડુ યોગા બીટ કોરોના સાથે પોસ્ટ કરો એવો અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: