વર્લ્ડ કપ / અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઇન્ડિયાની ચોથી જીત પર નજર, બેટિંગમાં નંબર 4 ચર્ચાનો વિષય મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગ્યાથી શરૂ ભારત-અફઘાનિસ્તાન ઇંગ્લેન્ડમાં પહેલી વાર આમને-સામને

word cup 2019

word cup 2019

વર્લ્ડ કપ / અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઇન્ડિયાની ચોથી જીત પર નજર, બેટિંગમાં નંબર 4 ચર્ચાનો વિષય

મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગ્યાથી શરૂ
ભારત-અફઘાનિસ્તાન ઇંગ્લેન્ડમાં પહેલી વાર આમને-સામને

Jun 22, 2019, 09:05 AM IST
સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 28મી મેચમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન સામ સામેટકરાશે. ઇન્ડિયાએ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને માત આપી હતી, જયારે કિવિઝ સામેની મેચ વરસાદના લીધે રદ થઇ હતી. 4 મેચમાં 7 પોઈન્ટ સાથે તે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે. બીજી તરફ અફઘાનિસ્તાને ટૂર્નામેન્ટમાં હજી જીતનું ખાતું ખોલાવ્યું નથી. તેઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, કિવિઝ, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે મેચ હાર્યું છે. એક રીતે ટાઇટલ ફેવરિટ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે આ મેચ નહીં પરંતુમિસ-મેચ છે.

હેડ ટૂ હેડ
અફઘાનિસ્તાન સામેની 2 મેચમાંથી ભારત 1 મેચ જીત્યું છે, જયારે 1 મેચ ટાઈ રહી છે. 2014ના એશિયા કપમાં ભારત 8 વિકેટે મેચ જીત્યું હતું. જયારે 2018માં 252 રન ચેઝ કરતા મેચ ટાઈ પડી હતી. 1 રનની જરૂર હતી અને 1 વિકેટ બાકી હતી ત્યારે રાશિદે જાડેજાને આઉટ કર્યો હતો. વર્લ્ડકપમાં બંને ટીમ પહેલી વાર એકબીજા સામે ટકરાશે.

ભારત અને અફઘાન વચ્ચે પ્રથમ વર્લ્ડકપ મેચ
બંને ટીમો પ્રથમવાર વર્લ્ડ કપમાં એકબીજા સામે રમશે. ગત સપ્ટેમ્બરમાં યોજાયેલા એશિયા કપમાં અફઘાને શાનદાર બોલિંગ કરતા ભારત સામેની મેચ ટાઈ કરી હતી.અફઘાને તે મેચમાં 252 રન કર્યા હતા. ભારત પણ 252 રને ઓલઆઉટ થયું હતું. ધવન ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બપહાર થઈ ચૂક્યો છે. તેની સિવાય કોહલી-લોકેશ રાહુલ અને રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી છે. બોલિંગમાં બુમરાહ, પંડ્યા, ચહલ અને કુલદીપે સારું પ્રદર્શન કર્યું છે. ભુવનેશ્વર ઈજાગ્રસ્ત થતા મોહમ્મદ શમી રમશે. જ્યારે વિજય શંકર પણ ઈજાગ્રસ્ત છે. જો તે મેચ પહેલા ફિટ નહીં થાય તો રિષભ પંત કે કાર્તિકને સ્થાન આપવામાં આવી શકે છે.

ભારતની તાકત અને નબળાઈ

રોહિત શર્મા અને બોલર્સ
રોહિતે 3 મેચમાં 159.5ની એવરેજ અને 97.55ની સ્ટ્રાઇક રેટથીરન બનાવ્યા છે. તે ટીમનો તો ટોપ-સ્કોરર છે જ પરંતુ તે સાથે ટૂર્નામેન્ટના ટોપ સ્કોરરમાં પણ પાંચમા સ્થાને છે. ભારતીય બોલર્સે પણ ટીમ માટે 3 મેચમાં સારી બોલિંગ કરી છે. પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 227 રનમાં રોક્યું હતું, જયારે કાંગારું સામે 352 રન ડિફેન્ડ કર્યા હતા. પાકિસ્તાન સામે પણ 6 વિકેટ ઝડપી હતી. ટીમ માટે ફાસ્ટ બોલર્સે 14 વિકેટ લીધી છે, જયારે સ્પિનર્સે 9 વિકેટ લીધી છે.

Translate »
%d bloggers like this: