word cup 2019 IND Vs AFG : મોહમ્મદ શમીની હેટ્રિકને કારણે ભારત જીત્યું

  • IND Vs AFG : મોહમ્મદ શમીની હેટ્રિકને કારણે ભારત જીત્યું
    22 June 2019, 11:19 pm

 

મજબૂત ફૉર્મ ધરાવતી ભારતીય ટીમની વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે સાઉથૅમ્પટનમાં મૅચ રમાઈ રહી છે. 50 ઓવરને અંતે ભારત 224 કરી શક્યું હતું, જેના જવાબમાં અફઘાનિસ્તાન મૅચનો એક બૉલ બાકી હતો ત્યારે 213 રન બનાવીને ઑલઆઉટ થયું હતું.

વર્લ્ડ કપની પહેલી મૅચ મરી રહેલા ભારતીય બૉલર મોહમ્મદ શામીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક લઈને ભારતનો વિજય સરળ બનાવ્યો હતો.

આ પહેલાં ભારતીય ટીમ અફઘાનિસ્તાનને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીત્યો હતો અને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભારત સાથે અફઘાનિસ્તાન માત્ર બે જ વન ડે રમ્યું છે. છેક 2014ના માર્ચ મહિનામાં બંને વચ્ચે પ્રથમ વન ડે રમાઈ હતી અને ત્યારબાદ ઑગસ્ટ 2018માં ટેસ્ટ દરજ્જો હાંસલ કર્યા બાદ અફઘાનિસ્તાનની ટીમ એશિયા કપમાં ભારત સામે ટકરાઈ હતી.

 

કોહલી-જાધવે જાળવી શાખ

ભારતીય ટીમ તરફથી કૅપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 67 રન કર્યા હતા, જ્યારે છઠા ક્રમે આવેલા કેદાર જાધવે 52 રન કર્યા હતા.

ભારતીય ટીમ તરફથી ઓપનિંગમાં આવેલા રોહિત શર્માએ 10 બૉલમાં 1, કેએલ રાહુલે 53 બૉલમાં 30 રન કર્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 63 બૉલમાં 67, વિજય શંકરે 41 બૉલમાં 29 રન કર્યા હતા.

તો મહેન્દ્રસિંહ ધોનીએ 52 બૉલમાં 28 રન કર્યા હતા.

ભારતે દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા તથા પાકિસ્તાનને પરાજય આપ્યો છે, જ્યારે વરસાદને કારણે ન્યૂઝિ લૅન્ડ સામેની મૅચ રદ થઈ હતી, જેના કારણે બંને ટીમને સરખા પૉઇન્ટ મળ્યા હતા.

જ્યારે અફઘાનિસ્તાન વર્લ્ડ કપમાં તેની તમામ મૅચ હાર્યું છે.

મોહમ્મદ શમીનો સમાવેશ

ભારતીય ટીમે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યો છે. ભારતે ભુવનેકુમારની જગ્યાએ મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કર્યા છે.

અફઘાનિસ્તાને ભારત સહિતની કેટલીક મૅચમાં દમદાર દેખાવ કર્યો હતો, પરંતુ એકેય મૅચમાં તે જીતવાની સ્થિતિમાં આવી શક્યું ન હતું.

ભારતીય ટીમે શાનદાર દેખાવ કરીને પહેલા સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમોને હરાવી છે.

  1. ધવન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે, જ્યારે ભુવનેશ્વર કુમારને સ્થાને મોહમ્મદ શમીને સ્થાન આપવામાં આવ્યું છે.
Translate »
%d bloggers like this: