સૌરાષ્ટ્રના દરીયા કાંઠે 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવનાર ની શકયતા

સૌરાષ્ટ્રના દરીયા કાંઠે 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવનાર ની શકયતા

 

હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ તેમજ આજરોજ મળેલ વાયરલેસ મેસેજ અન્વયે ભાવનગર જિલ્લાના તમામ ખેડુતોને જણાવવાનું કે અરબી સમુદ્રમાં ઉદભવેલ ડીપ પ્રેશરને કારણે, તારીખ 12/06/2019 થી 14/06/2019 સૌરાષ્ટ્રના દરીયા કાંઠે 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવનાર છે અને હળવા થી ભારે વરસાદ થવાની પુર્ણ શક્યતા રહેલી છે…. જેની અગમચેતીના ભાગ રૂપે ભાવનગર જિલ્લાના તમામ ખેડુતોને જણાવવાનું કે ઉનાળુ પાક હાલમાં ખેતરમાં હોય અને પાક પર આવી ગયેલ હોય તો લળણી કરી લેવી અને સલામત સ્થળે રાખવો… પશુઓનો ચારો ખેતરમાં કે ખુલ્લી અગાસીમાં હોય તો તેને પણ સલામત સ્થળે રાખવો…. સાથે જિલ્લાના ખેડૂતો કોરી જમીનમાં કપાસના બીજનુ વાવેતર કરે છે તો હાલ પુરતું વાવેતર કરવુ નહીં કારણ કે વાવાઝોડાનો ધાબડ વરસાદ પડે તો બીજનો ઉગાવો થતો નથી અને બિયારણ ફેલ જાય છે જેથી આર્થિક રીતે નુકસાન વેઠવું પડે છે, આ પ્રીમોનસુન એક્ટિવિટીનો વરસાદ છે, વિધિવત ચોમાસાનો વરસાદ નથી તેથી બીનપીયત ખેતી કરતા ખેડૂતોએ આ વરસાદથી વાવેતર કરવુ નહીં કારણ કે પાછળથી ચોમાસુ લંબાઈ તો છોડ સુકાય જવાની શક્યતા રહેલી છે……

આ મેસેજ જિલ્લાના ખેડૂતોના હિતમાં જારી કરવામાં આવેલ છે. શ્રી જે. વી. ધાનાણી સાહેબ, મદદનીશ ખેતી નિયામક (વિ), ભાવનગર

Translate »
%d bloggers like this: