સીઆરપીસી ૧૫૪ શુ છે ?

સીઆરપીસી ૧૫૪ શુ છે ?


ફોજદારી કાર્યરિતી સંહિતા જેને અંગ્રેજીમા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કહેવામાં આવે છે જેને ટુંકમાં સીઆરપીસી કહેવામાં આવે છે. સીઆરપીસીની કલમ ૧૫૪માં પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારના એટલે કે કોગ્નિઝેબલ ગુનાની ફરીયાદ નોંધવા અંગે પોલીસની જવાબદારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કલમ ૧૫૪(૧) : માં જણાવ્યા મુજબ કોઈપણ કોગ્નિઝેબલ ગુનાની ફરીયાદ લેખિતમાં અથવા મૌખિકમા પોલીસ સ્ટેશને આપવામાં આવે તો થાણા અધિકારીએ વહેલામાં વહેલી તકે ફરીયાદ નોંધવી જોઈયે. પોલીસ સ્ટેશનના થાણા અધિકારી સામાન્ય રીતે પોલીસ ઈન્સ્પેક્ટર કે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ગણાય છે. કલમ-૧૫૪(૧) મુજબ ફરીયાદી કોઈ મહિલા હોય અને બલાત્કાર, છેડતી, માનહાની કે મહિલાના ગૌરવભંગની ફરીયાદ હોય તો પોલીસે આવી ફરીયાદ નોંધતી વખતે વિડિયોગ્રાફી કરવી પડે અને પોલીસે ફરીયાદી વ્યક્તિનુ સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવુ જોઈયે. ટુંકમાં કોઈપણ પોલીસ અધિકારના ગુનાની જાણ પોલીસને લેખિત કે મૌખિકમાં કરવામાં આવે તો કલમ – ૧૫૪(૧) મુજબ ફરીયાદ નોંધવી પોલીસની ફરજ છે પરંતુ જો પોલીસ ફરીયાદ ન લખે તો કલમ ૧૫૪(૩) : માં જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશનમાં તમારી લેખિત ફરીયાદ આપ્યા પછી પણ એફ.આઈ.આર નોંધવામાં ન આવે તો તેને જિલ્લા પોલીસ અધિક્ષક અથવા પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરીયાદ આપી શકો છો અને જિલ્લા પોલીસ અધિક્ષક અથવા કમિશ્નરને એવુ લાગે કે કોઈ કોગ્નિઝેબલ ગુનો બનેલ છે તો પોતે એની તપાસ કરે અથવા પોતાના તાબાના પોલીસને એફ.આઈ.આર નોંધવાના આદેશ કરી શકે છે. ટુંકમાં કોઈ કોગ્નિઝેબલ ગુનામાં ૧૫૪(૧) ફરીયાદ ન નોંધવામાં આવે તો તમે ૧૫૪(૩) મુજબ એસ.પી કે કમિશ્નરને ફરીયાદ આપી શકો છો અને જો કમિશ્નર કે એસ.પી પણ તમારી ફરીયાદ ન લખે તો કલમ ૧૫૪ અને કલમ ૩૬ : માં જણાવ્યા મુજબ કોગ્નિઝેબલ ગુનાની લેખિત ફરીયાદ ડીવાયએસપી, આઈજી, ડીઆઈજી, કે ડીજીને કરી શકો છો અને આ અધિકારીએ તમારી લેખિત ફરીયાદ આધારે કોગ્નિઝેબલ ગુનાની એફ.આઈ.આર નોંધવાનો આદેશ કરવાનો રહે છે પરંતુ જો આ અધિકારી પણ તમારી ફરીયાદ ન લખે તો કલમ ૧૫૬(૩) : માં જણાવ્યા મુજબ જે – તે પોલીસ સ્ટેશન સંબંધિત જ્યુડિશયલ મેજીસ્ટ્રેટને લેખિતમાં ફરીયાદ કરી શકો છો અને મેજીસ્ટ્રેટ સંબંધિત ગુના બાબતે આગળના આદેશ આપે છે

જો પોલીસ તમારી ફરીયાદ લેવાની ના પાડે તો ?


1. દરેક પોલીસ અધિકારીએ કલમ ૧૫૪(૧) મુજબ કોગ્નિઝેબલ ગુનાની ફરીયાદ નોંધવાની જવાબદારી છે પરંતુ જો કોઈ પોલીસ અધિકારી ગુનો ન નોંધે તો તેના વિરૂદ્ધમાં ભારતીય દંડ સંહિતા કલમ – ૧૬૬(એ)(સી) મુજબ બે વર્ષની સજાને પાત્ર ગુનો નોંધી શકાય છે.
2. કલમ – ૧૬૬(એ) : માં જણાવ્યા મુજબ “કોઈ સરકારી નોકરને ગુનાની તપાસના કામે કોઈ વ્યક્તિને કોઈ સ્થળે હાજર ગુનાના કામે હાજર રાખવાનો પ્રતિબંધ હોવા છતા જાણીજોઈને કાયદાના દિશાનિર્દેશની અવગણના કરે, અથવા
3. કલમ – ૧૬૬(સી) : માં જણાવ્યા મુજબ પોલીસ અધિકારીને સીઆરપીસી કલમ-૧૫૪(૧) મુજબ આઈપીસી કલમ ૩૨૬(એ), ૨૩૬(બી), ૩૫૪, ૩૫૪(બી), ૩૭૦, ૩૭૦(એ), ૩૭૬, ૩૭૬(એ), ૩૭૬(એ)(બી), ૩૭૬(બી), ૩૭૬(સી), ૩૭૬(ડી), ૩૭૬(ડી)(એ), ૩૭૬(ડી)(બી), ૩૭૬(ઈ) કે ૫૦૯ મુજબના કોગ્નિઝેબલ ગુનાની ફરીયાદ આપવામાં આવે અને પોલીસ એ ફરીયાદ ન નોંધે તો તે કલમ ૧૬૬(એ)(સી) મુજબ બે વર્ષનો સજાને પાત્ર ગુનો કરે છે.આમ, પોલીસ અધિકારનો (કોગ્નિઝેબલ) ગુનો હોય તો પોલીસે પ્રથમ માહિતી મળે એટલે તુરંત જ ફરીયાદ નોંધવી જોઈયે પરંતુ જે કિસ્સામાં ગુનો કોગ્નિઝેબલ હોવા છતાંય જો પોલીસ તમારી ફરીયાદ લેવાની ના પાડે તેવા સંજોગોમાં
★અપરાધ/ગુનો/ઘટના કે બનાવ અંગેની લેખિતમાં જાણ જીલ્લા પોલીસ વડા અથવા કમિશનરને રૂબરૂમાં અથવા રજી.પોસ્ટ એડી દ્વારા કરવી.
★જો તમે મોકલેલી માહિતી પોલીસ અધિકારનો (કોગ્નિઝેબલ) ગુનો બન્યા જાહેર કરતી હોય તો પોલીસ વડા / કમિશ્નરે તત્કાલિક પગલા લેવા પડે.
★જો પોલીસ વડા / કમિશનર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળે તો જે – તે હકુમત વિસ્તરની કોર્ટમાં તમામ પુરાવાઓ સાથે લેખિત ફરીયાદ કરવી જોઈયે જેને કોર્ટ ફરીયાદ કહેવામાં આવે છે.
★જો તમારી ફરીયાદ વ્યાજબી લાગે તો ન્યાયધીશ સમગ્ર કેસની તપાસ જાતે કરી શકે અથવા પોલીસ પાસે અથવા ન્યાયધીશને યોગ્ય લાગે તેની પાસે તપાસ કરાવી શકે.
★ અને જો ફરીયાદ ન નોંધાય તો કલમ ૧૬૬ મુજબ પોલીસ વિરૂદ્ધમાં કાયદાની અવજ્ઞા કરવા બદલનો ગુનો નોંધી શકાય છે.

Translate »
%d bloggers like this: