વાંકાનેર અમરનાથ સોસાયટી માં એક સાથે બે કોરોના કેસ આવતા હાહાકાર મોરબી જિલ્લામાં એક સાથે ત્રણ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

વાંકાનેર અમરનાથ સોસાયટી માં એક સાથે બે કોરોના કેસ આવતા હાહાકાર

મોરબી જિલ્લામાં એક સાથે ત્રણ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે કોરોના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો હોય એમ મોરબી શહેરમાં વૃદ્ધનો પોઝિટિ રિપોર્ટ આવ્યા બાદ વાંકાનેરમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા પિતા-પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે રૂટિન સ્ક્રીનિગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા પ્રવિણસિંહ રાયજાદા ઉ.65 અને તેમના પુત્ર હરપાલસિંહ રાયજાદા ઉ.40નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે આ પિતા-પુત્રની ટ્રાવેલ હિસ્ટ્રી માલુમ પડી નથી.હાલ આ પિતા-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પિતા-પુત્ર કોરોનાથી સંક્રમિત થયાનું બહાર આવતા આરોગ્ય સહિતના તંત્રના અધિકારીઓ વકાનેરની અમરનાથ સોસાયટીમાં દોડી ગયા હતા અને વાંકાનેર પાલિકા દ્વારા ત્યાં સેનીટાઝેશન કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
રિપોર્ટ શાહરૂખ ચૌહાણ વાંકાનેર

Translate »
%d bloggers like this: