સુરેન્દ્રનગર ના વઢવાણ પો.સ્ટે.નો ઇંગ્લીશદારૂના ગુન્હાનો છેલ્લા બે વર્ષથી ફરાર લીસ્ટેડનાસતો ફરતો આરોપીને મુન્દ્રા ( કચ્છ ) થી દબોચી લેવામાં આવ્યો 

સુરેન્દ્રનગર ના વઢવાણ પો.સ્ટે.નો ઇંગ્લીશદારૂના ગુન્હાનો છેલ્લા બે વર્ષથી ફરાર લીસ્ટેડનાસતો ફરતો આરોપીને મુન્દ્રા ( કચ્છ ) થી દબોચી લેવામાં આવ્યો

સુરેન્દ્રનગર પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગર નાઓ તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ તા .૧૦ / ૦૧ / ૨૦૨૧ થી તા .૦૯ / ૦૨ / ૨૦૨૧ સુધીની ખાસ ડ્રાઇવ નુ આયોજન કરેલ હોય જે અનુસંધાને મહે.પોલીસ અધિક્ષક મહેન્દ્રકુમાર બગડીયા નાઓએ સદરહુ ડ્રાઇવ દરમ્યાન જીલ્લામાં વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક એકશન પ્લાન બનાવી પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સપેક્ટર એસ.એસ.વરૂ ને સુચના આપેલ હોય જે સુચના આધારે તા . ૧૨/૦૧/૨૦૨૧ ના રોજ પેરોલ ફર્લો સક્વોડના ASI મહિપતસિંહ ભગવતસિંહ તથા HC ગુલામરસુલ કાસમભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે વઢવાણ પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૫૦૯૫/૨૦૧૮ પ્રોહી.એકટ કલમ ૬૫ ઇ , ૧૧૬ બી , ૯૮ ( ૨ ) મુજબના ગુન્હાના કામે છેલ્લા બે વર્ષથી ફરાર લીસ્ટેડ નાસતો ફરતો આરોપી મયારામ ગણપતરામ રામાનુજ જાતે બાવાજી ઉવ ૪૫ રહે . ઝાંપોદડ , તા.વઢવાણ જી . સુરેન્દ્રનગર હાલ રહે . મુન્દ્રા ( કચ્છ ) , જશોદાનગર , બારોય રોડ , જી.ભુજ વાળાને મુન્દ્રા ( કચ્છ ) ખાતેથી પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહીં સારૂ મજકુર આરોપીનો કબજો વઢવાણ પો.સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે . કામગીરી કરનાર પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ.શ્રી એસ.એસ. વરૂ તથા એ.એસ.આઇ. નરપતસિંહ સુરૂભા તથા મહિપતસિંહ ભગવતસિંહ તથા પો.હેડ કોન્સ ગુલામરસુલ કાસમભાઇ તથા અસ્લમખાન અયુબખાન તથા ભરતસિંહ હમીરભાઇ તથા પો.કોન્સ . સનતભાઇ વલકુભાઇ તથા ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ તથા અશ્વીનભાઇ કરશનભાઇ એ રીતેની ટીમ દ્વારા લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ છે

Translate »
%d bloggers like this: