રાજપીપળાના વ્યભિચારી શિક્ષકનું પરાક્રમ

જપીપળાના વ્યભિચારી શિક્ષકનું પરાક્રમ. 
 શિક્ષકની પ્રથમ પત્નીને છુટાછેડા આપ્યા વગર તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરતી મહિલાને એક સંતાન ના બાપ એવા શિક્ષકે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરતાં ચકચાર. 
 ભદામ ગામે મહાદેવના મંદિર ભગવાન ની સાક્ષીએ લગ્ન કર્યા અંગે ખોટું સોગંદનામું ગ્રામ પંચાયતના તલાટી ને લગ્ન નોંધણી માટે ખોટું સોગંદનામું રજૂ કરતા શિક્ષક સહિત ૨ ઈસમો સામે પોલીસ ફરિયાદ.
 રાજપીપળા, તા. 21
 રાજપીપળાના મદદનીશ શિક્ષક તરીકે નોકરી કરનાર આરોપી મહેશભાઈ ભરતાજી સુથારે તેની સૌ પ્રથમ પત્નીને છુટાછેડા આપ્યા વગર તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરતી અન્ય મહિલા કિરણબેન વરજાગભાઈ જોટવા ને એક સંતાન ના બાપ એવા શિક્ષકે પ્રેમજાળમાં ફસાવી પોતે પરણિતા હોવાનું છુપાવી ખોટું સોગંદનામું રજૂ કરી બીજી પત્ની કિરણ કિરણબેન સાથે લગ્ન કરી કિરણબેન સાથે છેતરપિંડી કરતા શિક્ષક તથા તેને મદદ કરનાર ઈસમો સામે રાજપીપળા પોલીસ મથકે છેતરપીંડી અને વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ભદામ ગામે મહાદેવના મંદિર ભગવાનની સાક્ષીએ લગ્ન કર્યા અંગે ખોટું સોગંદનામું ગ્રામ પંચાયતના તલાટી ને લગ્ન માટે ખોટું સોગંદનામું રજુ શિક્ષક સહિત બે ઇસમો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 
 જેમાં ફરિયાદી દિનેશભાઈ જાદવભાઈ જોટવા (મૂળ રહે,  ચમોડા તા.વેરાવળ જી. ગીરસોમનાથ, હાલ રહે. વાવડી )એ આરોપી મહેશભાઈ ભરતાજી સુથાર,  દિલીપભાઈ બાબુભાઈ ચૌધરી (હાલ રહે, રાજપીપળા સોનીવાળ મૂળ રહે. શેરપુરા તા.ડીસા જી. બનાસકાંઠા) સામે ફરિયાદ નોંધી છે. 
 ફરિયાદની વિગતો આરોપી મહેશભાઈ જેવો મદદનીશ શિક્ષક તરીકે નોકરી કરતા હોય અને તેઓ દ્વારા પ્રથમ પત્ની ગીતાબેન ને છૂટાછેડા આપ્યા વગર તેની સંમતિ વગર ફરિયાદ દિનેશભાઈને કાકાની દીકરી કિરણબેન વરજાગભાઈ જોટવા કે જેઓ તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરતા હોય તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી પોતે પરિણીત હોવા છતાં એક સંતાનના પિતા હોવા છતાં સાચી હકીકત છુપાવી સાહેબ કિરણબેન સાથે તા.14/ 6/ 2019 ના રોજ બદામ મહાદેવ મંદિરે લગ્ન કરી શયુક્ત સોગંદનામામાં પોતાના પ્રથમ લગ્ન હોવાની ખોટી હકીકત જાહેર કરી હતી. અને ખોટું સોગંદનામાં નામું કરાવું કાયદાકીય ગુન્હો બનાવતો હોવાનું જાણતા હોવા છતાં સાચી હકીકત છુપાવી તે સોગંદનામું ભદામ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને લગ્નની નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરી તેની સાથે તલાટી કમમંત્રી ભદામ ગ્રામ પંચાયત કચેરીએ લગ્ન નોંધણી યાદી અરજી ફોર્મ માં લગ્ન સમયે પોતે વરના દરજ્જામાં પરણિત હોવા છતાં અપરણિત વિકલ્પો ઉપર ખરાની નિશાની કરી હકીકત છુપાવી પોતાની સહી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી લગ્નની નોંધણી પ્રમાણપત્ર મેળવી કરી કિરણબેન ને તા.17/ 8/ 2019 ના રોજ પોતાની સાથે ભગાડી લઈ જઈ તેમજ સહ આરોપી દિલીપભાઈ જેવો આરોપી મહેશભાઈ સાથે એક જ ગામમાં રહેતા હોય અને છતા મહિનાથી રૂમ-પાર્ટનર તરીકે સાથે રહેતા હોય તેવો મહેશભાઈ દ્વારા પ્રથમ લગ્ન રેખાબેન સાથે કરેલાનું અને એક સંતાનના પિતા હોવાની હકીકતથી વાકેફ હોવા છતાં મહેશભાઈ તથા કિરણબેન એ જાહેર કરેલા લગ્નના સંયુક્ત સોગંદનામામાં જણાવેલ હકીકતમાં મહેશભાઈ દ્વારા પ્રથમ લગ્ન હોવાની વાત જાહેર કરેલ હોય જે હકીકત ખોટી હોવાની તેઓને સંપૂર્ણ જાણકારી હોવા છતાં પોતે સોગંદનામું કરનાર ને ઓળખતા હોવાની સાક્ષી તરીકે સહી કરી લગ્નની માટે આડકતરી રીતે મહેશભાઈને મદદ કરી આપતા આરોપી મહેશભાઈને ફરિયાદી દિનેશભાઇના કાકાની દીકરી કિરણબેન સાથે લગ્ન નોંધણી પ્રમાણપત્ર તા.17/ 6 /2019 ના રોજ મેળવેલ હોવાની જાણકારી હોવા છતાં તેમજ તા.7 /7/ 2019 ના રોજ મહેશભાઈ ફરિયાદી દિનેશભાઈ કાકાની દીકરી સાથે ભાગી જાય બંને તારીખોના 20 દિવસ દરમિયાન સહ આરોપી દિલીપભાઈ દ્વારા સાચી હકીકત જાણવા છતાં છુપાવી રાખી ફરિયાદી અંગે તો સાહેદ કિરણબેનના સગા માં કોઈને પણ જાણ નહીં કરી ગુનો કરવામાં આ એક એકબીજાએ મદદગારી કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા
Translate »
%d bloggers like this: