જુવો કઈ કંપનીના કર્મચારીઓએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું ?

રાજશ્રી  પોલીફિલ કંપનીના કુલ ૫૨ કર્મચારીઓએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું

રક્તદાન શિબિર માં કર્મચારીઓ એ લોહી આપ્યુ

રાજપીપળા તા .31

રાજપીપળા નજીક આવેલી ઉમલ્લા  ગામ પાસે આવેલીરાજશ્રી  પોલીફિલ  કંપનીના કુલ( ૫૨ ) બાવન કર્મચારીઓએ સ્વેચ્છાએ રક્તદાન કર્યુંહતુ.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા  ગામ પાસે આવેલી બી કે બિરલા ગ્રુપની કંપની છે. કંપની સમયાંતરે વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિ કરતી રહેતી હોય છે. તારીખ 31.05.2019 ના રોજ રાજશ્રી  પોલીફિલ  કંપની ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાજપીપલા ના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં કંપનીના કુલ ૫૨ કર્મચારીઓએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કાર્યક્રમ કંપનીના સિનિયર અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

રિપોર્ટ :જ્યોતિ  જગતાપ , રાજપીપળા 

Translate »
%d bloggers like this: