કેવડીયા ખાતે લારી-ગલ્લા હટાવી દેવાતા બીજા કેવડિયા ગામની મહિલાઓએ પ્રવાસીઓ પાસે ભીખ માંગી પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો

 

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સ્થાનિકોના નાના ધંધા બંધ કરાવતા મહિલાઓએ રોડ પર રેલી કાઢી ભીખ માંગી

 

પોલીસનો કાફલો ખડકી દેવાયો

 

રાજપીપળા તા, 4

 

 

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને કેવડિયા વિસ્તારના સ્થાનિકો રોડ અને ફૂટપાથ પર સ્થાનિકોના લારીગલ્લા હટાવી દેવાતા પેટીયુ રળી ખાતા સ્થાનિક મહિલાઓ એ પ્રવાસીઓ પાસેથી ભીખ માંગવાનૉ અનોખો વીરોધ પ્રદર્શન કરતા તંત્ર પણ હાલી ઉઠ્યુ હતું જેને કારણે લારી ધારકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.જેના સમર્થન માં કેવડિયા કોલોનીના લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો

 

સ્થાનિકો એ જણાવ્યુ હતું કે,અમે અમારી જમીનો ગુમાવી છે એટલે લારી મૂકીએ છે.તંત્ર એ કોઇપણ લેખિતમાં નોટિસ આપી નથી માત્ર મૌખિકજ કહેવામાં આવ્યું હતું. સ્થાનિકોએ સ્વરમાં જિલ્લા કલેકટરને પણ રજુઆત કરી હતી

 

હવે 3જી સપ્ટેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક શ્રેષ્ઠ ભારત ભવન પાસેના લારી-ગલ્લા હટાવી દેવાતા સ્થાનિકો બેરોજગાર બન્યા હતા.

8

જેથી હવે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા શું કરવું એ બાબતે સ્થાનિક આદિવાસીઓ ચિંતાતુર બન્યા હતા. તો લારી-ગલ્લા હટાવી દેવાયા ના બીજા જ દિવસે કેવડિયા ગામની મહિલાઓએ પ્રવાસીઓ પાસે ભીખ માંગી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સ્થાનિકોના નાના ધંધા બંધ કરાવતા મહિલાઓએ રોડ પર રેલી કાઢી ભીખ માંગી હતી.”અમારી જમીન છીનવી લીધી,રોજગારી છીનવી લીધી તમે અમને ભીખ આપો” એવા સૂત્ર સાથે સ્થાનિક મહિલાઓને ભીખ માંગતી જોઈ પ્રવાસીઓ પણ આશ્ચર્ય પામી ગયા હતા.મહિલાઓએ પ્રવાસીઓને પણ ફરિયાદ કરી હતી કે સરકારે અમને ભીખ માંગવા પર મજબૂર કરી દીધા છે.તો અમુક પ્રવાસીઓએ મહિલાઓને રૂપિયા-બે રૂપિયાના સિક્કા આપ્યા હતા.

è

બીજી બાજુ ત્યાં પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો પણ મહિલાઓની ગાંધીગીરી જોઈ પોલીસ પણ કઈ ન કરવા મજબૂર બની હતી.

 

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

 

 

 

 

 

Translate »
%d bloggers like this: