મહેસાણા જિલ્લાની ૭૩ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજાપુર ખાતે કરાશે

મહેસાણા જિલ્લાની ૭૩ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિજાપુર ખાતે કરાશે

મહેસાણા

 રાષ્ટ્રના ૭૩ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિજાપુર ખાતે યોજાનાર છે. ૧૫ ઓગષ્ટ ૨૦૧૯ને ગુરૂવારના રોજ સવારે ૦૯-૦૦ કલાકે પ્રવાસન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા વિજાપુર ખાતે ઉપસ્થિત રહી રીલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં,રેલ્વે ક્રોસીંગની બાજુવાળા મેદાનમાં,હિંમતનગર મહેસાણા હાઇવે રોડ વિજાપુર ખાતે ધ્વજ વંદન કરાવનાર છે.રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં ધ્વજવંદન,સલામી,પરેડ નિરીક્ષણ,મંત્રીશ્રીનું ઉદબોધન,સાંસ્કૃતિક કાર્યક્રમો,ચેક,ઇનામ વિતરણ,સન્માન પત્ર,પ્રમાણપત્ર,રાષ્ટ્રગીત સહિત વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાનાર છે

Translate »
%d bloggers like this: