વીડિયો વાઇરલ / ગીરના જંગલમાં કાળઝાળ ગરમીમાં એકસાથે 14 સાવજોએ પાણીની તરસ બૂઝાવી

વીડિયો વાઇરલ / ગીરના જંગલમાં કાળઝાળ ગરમીમાં એકસાથે 14 સાવજોએ પાણીની તરસ બૂઝાવી

અગાઉ 11 સિંહોએ તરસ બૂઝાવી તેવો વીડિયો બહાર આવ્યો હતો

અમરેલી: સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જંગલના રાજા સિંહ પણ અકળાય ગયા છે અને જંગલની બહાર નીકળી પાણી માટે ભટકી રહ્યા છે.

ગીરના જંગલમાં એકસાથે 14 સિંહોએ પાણીની કુંડીમાં એકસાથે તરસ બૂઝાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો ધારીના આંબરડી-માણાવાવ વચ્ચેનું અનુમાન છે. અગાઉ 11 સિંહોએ આવી રીતે તરસ ભૂઝાવતો વીડિયો વાઇરલ થયો હતો ત્યારે ફરી 14 સિંહોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ દ્રશ્યો જોઇ સિંહપ્રેમીઓમાં પણ ખુશી વ્યાપી ગઇ છે

રિપોર્ટર.બારૈયા મહેશ – અમરેલી

Translate »
%d bloggers like this: