વેળાવદર (ભાલ) વિસ્તારમાં ઇગ્લીશ દારૂના જથ્થામાં પકડાયેલ ઇસમોને પાસા અટકાયતમાં લઇ ભુજ તથા વડોદરા જેલ હવાલે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના શ્રી.પોલીસ નાયબ મહાનિરીક્ષક શ્રી.અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ

 

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા ને સુચના આપેલ કે ભાવનગર જીલ્લાના ઇગ્લીશ દારૂના વેચાણ કરવાના ગુન્હામાં પકડાયેલ શખ્સો વિરૂધ્ધમાં રેર્કડ તૈયાર કરી પાસા/હદપારી દરખાસ્ત મ્હે જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ભાવનગર તરફ મોકલી આપવા સુચના કરવામાં આવેલ,

 

જે સુચના આઘારે મજકુર (૧) સુરેશ ઉર્ફે કાથાળા જંતિભાઇ વાઘેલા ઉવ. ૨૪ રહે. ખેડુતવાસ મફતનગર મેલડી માતાજીની ઘાર મ્યુ. કર્વાની સામે ભાવનગર (ર) રાહુલભાઇ રાજેશભાઇ ચુડાસમા ઉવ.૨૧ રહે.ખેડુતવાસ મફતનગર મેલડી માતાજી ની ઘાર મ્યુ. કર્વાની સામે ભાવ નગર વાળા વિરૂધ્ધમાં ઇગ્લીશ દારૂ વેચાણ ના ગુન્હા નોઘાયેલ હોય જે ગુન્હાનું રેર્કડ તૈયાર કરી ભાવનગર જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી.તરફ દરખાસ્ત તૈયાર કરી મોકલી આપેલ જે દરખાસ્તનો જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ સંર્પુણ અભ્યાસ કરી મજકુર બંન્ને ઇસમોને પાસા અટકાયતમાં લેવા હુકમ જારી કરેલ જે હકુમ આઘારે આજરોજ બંન્ને ઇસમોની અટકાયત કરી ખાસ જેલ ભુજ તથા ખાસ જેલ વડોદરા મોકલી આપવા હુકમ કરતા જે હકુમ આઘારે મજકુર બંન્ને ઇસમોને જેલ હવાલે મોકલી આપવા તજવીજ કરેલ છે.

 

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના એ.એસ.આઇ. પરાક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. હરગોવિંદભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Translate »
%d bloggers like this: