વાવ તાલુકાના ચુવા થી ઇઢાટા સુધીનો પાકો રસ્તો બનાવવા ચુવા ગ્રામજનોની પ્રાંત અધિકારી ને લેખિત રજુઆત કરાઈ.

વાવ તાલુકાના ચુવા થી ઇઢાટા સુધીનો પાકો રસ્તો બનાવવા ચુવા ગ્રામજનોની પ્રાંત અધિકારી ને લેખિત રજુઆત કરાઈ.

.વાવ તાલુકાના ચુવા ગામથી ઇઢાટા સુધીનો કાચો રસ્તો હોવાથી ચુવાના ગ્રામજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચોમાસામાં વરસાદી પાણી ભરાયેલું રહેતું હોવાથી વિધાર્થીઓ પણ અભ્યાસ અર્થે આવી શકતાં ન હોવાથી શિક્ષણ થી વંચિત રહે છે તદુપરાંત આ રસ્તા પર આવેલા ખેતરો માં રહેતા ખેડૂતોને પરિવારમાં જો કોઈ અચાનક બીમાર થાય અથવા તો મહિલાને પ્રસુતિ (ડિલિવરી) હોય ત્યારે વાહન પણ ન આવી શકતાં બીમાર માણસને ઉંચકીને લઈ જવુ પડે છે આથી રસ્તાના અભાવે ચુવા ગામના લોકોનો અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે

વહીવટી તંત્ર ને વારંવાર લેખિત તેમજ મૌખિખ રજૂઆતો કરવા છતાં આજદિન સુધી યોગ્ય ન મળતાં આજે ચુવા ગ્રામપંચાયત સરપંચના પતિ સહિત મોટી સંખ્યામાં ગામલોકો થરાદ પ્રાંત કચેરી ખાતે આવી નાયબ કલેકટર વી સી બોડાણા ને લેખિત રજુઆત કરાઈ હતી …

 

વસરામ ચૌધરી થરાદ

Translate »
%d bloggers like this: