વરતેજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીઓના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી લેવા માટે ખાસ સુચના આપેલ.

 

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં નારી ચોકડી પાસે આવતા ખાનગીરાહે હકિકત મળેલ કે વરતેજ પોલીસ સ્ટેશન ફ ગુ.ર.ન. ૧૭/૧૯ ઇ.પી.કો કલમ- ૩૮૦, ૪૫૪,૪૫૭ મુજબ ના ગુન્હામાં નાસ્તા -ફરતા આરોપીઓ યોગેશ વિનુ વાઘેલા રંગોલી ચોકડી સામેના ભાગે રોડ ઉપર ઉભો છે. તેવી હકિકત મળતા જેથી તુરતજ તે સ્થળ ઉપર જતા બાતમી વાળા ઇસમ યોગેશભાઇ વિનુભાઇ વાઘેલા ઉવ.૨૨ રહે. પાલીતાણા દરબાર ગઢ હનુમાન વાળી શેરી પાલીતાણા વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમોને ઉપરોકત ગુનાના કામે પુછપરછ કરતા પોતાને ગુનાના કામે અટક કરવાના બાકી હોય અને તેઓની રેર્કડ ઉપર ખાત્રી કરતા સદરહું ગુન્હામાં અટકાયત કરવાના બાકી હોય જેથી વરતેજ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ. શ્રી ને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.

 

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ.અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા પો.કો કુલદિપસિંહ ગોહિલ તથા ડ્રા હેડ કોન્સ. સુરૂભા ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Translate »
%d bloggers like this: