વાપીમાં થયેલી કરોડોની લૂંટનો ભેદ ઉકેલાયો ATS એ છોટા રાજન ગેંગના વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. અને જાન્યુઆરી 2020માં વાપી સેલવાસ રોડ થયેલી કરોડો રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલ્યો

 

ગુજરાત ATSને વધુ એક સફળતા હાથ લાગી છે. ATSએ છોટા રાજન ગેંગના વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. અને જાન્યુઆરી 2020માં વાપી સેલવાસ રોડ થયેલી કરોડો રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલ્યો છે.

ATSએ શરમત બેગ ઉર્ફે કાલુ હમામની મુંબઈના નાલા સોપરા અને સંતોષ નાયકની કર્ણાટકમાંથી ધરપકડ કરી છે. આરોપીઓએ અન્ય આરોપીઓ સાથે મળીને જાન્યુઆરી 2020માં વાપી સેલવાસ રોડ પર આવેલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સ લિમિટેડની ઓફિસમાં ઘૂસીને ફરિયાદીને હથિયાર બતાવી મારી મોઢાને સેલોટેપ પટ્ટી બાંધીને સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળીને રૂપિયા 7 કરોડની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જેનો ભેદ ગુજરાત એટીએસે ઉકેલી કાઢયો છે.

આરોપી કોના ગુનાઇત ઇતિહાસ ની વાત કરીએ તો બંને આરોપીઓ છોટા રાજન ગેંગના સાગરિતો છે. આરોપી નંબર 1 સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્નાના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો,

1). 1997માં આરોપી એ છોટા રાજનના કહેવાથી કયુમ કુરેશી નામના વ્યક્તિની મુંબઈ પાસે હત્યા કરી હતી.

2). વર્ષ 1999માં આરોપી અન્ય આરોપીઓ સાથે મળીને છોટા રાજનના કહેવાથી ઈકબાલ ફન્ટુરાં ની હત્યા કરી હતી.

3). વર્ષ 1998માં એક બિલ્ડરને હથિયાર બતાવીને ખંડણી માંગી હતી

આ ઉપરાંત પણ આરોપી સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્નાએ અન્ય કેટલીક ઘટનાઓને અંજામ આપ્યો છે.

આરોપી નંબર 2 શરમત બેગ ઉર્ફે કાલુ હમામ ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ.

Translate »
%d bloggers like this: