આઈ.ટી.આઈ વલ્લભીપુર ખાતે “વૃક્ષારોપણ” તથા “સોલાર સીસ્ટમ રૂફટોપ” નું લોકાર્પણ કરવામાં આવ્યું

 

આઈ.ટી.આઈ વલ્લભીપુર ખાતે “વૃક્ષારોપણ” તથા “સોલાર સીસ્ટમ રૂફટોપ” નું લોકાર્પણ કરવામાં આવ્યું.

તા:09/07/2019 ના રોજ કલ્યાણપુર રોડ પર આવેલ સરકારી આઇ.ટી.આઈ વલ્લભીપુર કેમ્પસ ખાતે નગરપાલિકા પ્રમુખશ્રી અશોકભાઈ ચાવડા તથા આગેવાન શ્રી નરેન્દ્રભાઈ પરમાર ના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના તાલીમાર્થીઓ દ્વારા અને સ્ટાફ દ્વારા 50 નાના-મોટા વૃક્ષ-છોડ રોપવામાં આવ્યા હતા જેમ કે પીપર, પીપળો,લીમડો,પેક્ટરો,ગરમાળો,બોરસલી,બંગાળી બાવળ વગેરે.

આ ઉપરાંત સંસ્થા ના ટેરેસ પર 20Kw સોલાર રૂફટોપ સિસ્ટમ (64 સોલાર પેનેલ) નું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું જે સમગ્ર વલ્લભીપુર શહેર તાલુકામાં સરકારી કચેરી/સંસ્થા ની સ્વતંત્ર હોય તેવી સૌથી વધુ કેપેસિટી વાળી સોલાર સિસ્ટમ હાલ થઈ છે જેમાં રોજના 100 થી પણ વધારે યુનિટ ઉત્પન્ન થાય છે અને સમગ્ર સંસ્થાનું વીજ બિલ શૂન્ય થયું છે તથા વધારાના યુનિટ pgvcl ને સપ્લાય કરવામાં આવશે તેવું ઇન્ચાર્જ આચાર્યશ્રી સહદેવસિંહ ગોહિલ દ્વારા  જણાવામાં આવ્યું હતું.

Translate »
%d bloggers like this: