વલ્લભીપુર-ઉમરાળા ચોકડીના પુલ પાસે ટ્રક માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૩૪૨ તથા બીયર-૪૮  કિ.રૂ. ૬૩,૫૯૩/- મોબાઇલ નંગ-૩ તથા ટ્રક સહિત કુલ રૂ. ૩,૭૮,૫૯૩/-ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ગઢડા વિધાનસભા બેઠકની ચુટણીનું આયોજન કરવામાં આવેલ  હોય અને તે ચુંટણી શાન્તી પુર્ણ રીતે યોજાય તે હેતુ માટે ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સ.ઇ. શ્રી. એનજીસ.જાડેજા તથા  પોલીસ સ્ટાફ ના માણસો ને વલ્લભીપુર-ઉમરાળા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની ફરી દારૂ/જુગાર તથા ગુનાહિત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેની વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ.

જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વલ્લભીપુર-ઉમરાળા ગ્રામ્ય  વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન વલ્લભીપુર ચોકડી પાસે આવતા હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે ટ્રક નંબર GJ-15-AT- 9547માં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. અને તે દારૂ ભાવનગર તરફ જવાનો છે. જે હકિકત આઘારે ટ્રક નંબર GJ-15- AT-9547 માંથી (૧) ડ્રાઇવર ભરત ભાઇ રાજુ ભાઇ કાનાણી ઉવ-૨૮ રહે. લાઠી મહાવિરનગર કેરીયા રોડ જી.અમરેલી (ર) કલીનર અકિલ ઉર્ફે કડી આરીફ ભાઇ વડોદરીયા ઉવ-૨૪  રહે. અલકા ટોકિઝ પટેલ બોડીંગ સામે  ભાવનગર (૩) રફિક ઉર્ફે દાદુ એહમદ ભાઇ શેખ ઉવ-૩૮રહે. શેલારશા ચોક રેવડી બજાર અમીપરા મદારશા પીર સામે ભાવનગર વાળાના કબ્જા માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની નાની/મોટી બોટલો નંગ-૩૪૨ તથા બીયર ટીન ૪૮ મળી રૂ. ૬૩,૯૫૩/- તથા મોબાઇલ ફોન નંગ-૩ તથા ટ્રક સહીત કુલ રૂ.૩,૭૮,૫૯૩/-ના મુદામાલ સાથે પકડાઇ જતા કોવિડ-૧૯ની કાર્યવાહી માટે હોમ કોરોન્ટા ઇન કરી ત્રણેય ઇસમો વિરૂધ્ધમાં પ્રોહી કલમ-પ્રોહી કલમ ૬૫ એઈ ૮૧, ૧૧૬બી, ૯૮(૨) મુજબ  ગુન્હો વલ્લભી પુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા  સ્ટાફના હેડકોન્સ. રાજપાલસિંહ સરવૈયા વનરાજભાઇ ખુમાણ તથા કલ્યાણ સિંહ જાડેજા તથા જયરાજ સિંહ જાડેજા તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા સાગરભાઇ જોગદિયા વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

Translate »
%d bloggers like this: