આઈ.ટી.આઈ- વલ્લભીપુરનો તાલીમાર્થી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ચમક્યો

આઈ.ટી.આઈ- વલ્લભીપુરનો તાલીમાર્થી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ચમક્યો

55માં ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2019- અમદાવાદ ખાતે યોજાયેલ હતી જે ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન તથા મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેઇનિંગ એસોસિએશન, અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આયોજન થયેલ હતું જેમાં ઐદ્યોગિક તાલીમ સંસ્થા વલ્લભીપુરના ઇલેક્ટ્રિશ્યન ટ્રેડના  તાલીમાર્થી  હર્ષરાજસિંહ ગોહિલ એ રાજ્ય કક્ષાની શૂટિંગ ચેમ્પિયનશિપમાં  ભાગ લીધેલ હતો જેમાં સમગ્ર ગુજરાતમાં  10 મીટર મેન્સ રાઇફલ શૂટિંગ માં ત્રીજા નંબરે વિજેતા થઈ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જે આગામી નવેમ્બર 2019માં તે નેશનલ લેવલ પર શુટીંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Translate »
%d bloggers like this: