શહેરા તાલુકા ના વાઘજીપુર ગામે બનતી નવિન આંગણવાડી ના બાંધકામમાં ભ્રષ્ટાચાર આસરાતો હોવાની આશંકા.

શહેરા તાલુકા ના વાઘજીપુર ગામે બનતી નવિન આંગણવાડી ના બાંધકામમાં ભ્રષ્ટાચાર આસરાતો હોવાની આશંકા.

 

-કોઈ પણ ભ્રષ્ટાચાર અધિકારી ની કૃપા વિના ન થાય..

– 100% ભ્રષ્ટાચાર ની ઘટના લોકો ની નજરે ચડતી નથી..

“ગામ હોય ત્યાં ગાંડા હોય” એમ જ્યાં સત્તા કે નોકરીયાત હોય ત્યાં ભ્રષ્ટાચાર હોયજ. સારા લોકો આં ગંડવાળા થી દૂર રહે છે માટે કોઈ જાણતા નથી.અથવા જાણે છે છતાં ચૂપ છે.

નાના ભૂલકાઓ માટે પાયાનું શિક્ષણ ગણોતો આંગણવાડી થી શરૂઆત થતી હોય છે ૦ થી ૬ વર્ષનું બાળક થાય ત્યાં સુધી બાળકને આંગણવાડીમાં મોકલવામાં આવે છે અને કારણ કે નાનપણથી બાળક શાળામાં શિક્ષણ મેળવવા પર બાળકનું ધ્યાન દોરે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આવા પ્રયત્નો હાથ ધરતી હોય છે અને આંગણવાડી કેન્દ્રના મકાનો અધતન બને અને મકાનોમાં નાના બાળકોને રમત ગમતના સાધનો સરકાર તરફથી આપવામાં આવે છે સાધનોનો ઉપયોગ બાળકો કરે તેવા પ્રયત્નો સરકાર કરતી હોય છે પરંતુ કેટલાક ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે બાળકો માટે બનાવવામાં આવતા આંગણવાડી કેન્દ્રના મકાનો મા હલકા પ્રકારની કામગીરી કરી પોતાની તિજોરીઓ ભરવાનો કારસો રચાતો હોય છે અને સરકારી નાણાંનો દુર ઉપયોગ કરતાં હોય છે આજ પ્રકારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 8.ના નવા મકાનનું બાંધકામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ કરવામાં આવી રહ્યું છે આ આંગણવાડી કેન્દ્રના મકાનમાં તદ્દન હલકા પ્રકારની કામગીરી કરાતી હોય છે અને આંગણવાડી કેન્દ્રની દીવાલોમાં વાપરવામાં સિમેન્ટ નજીવો વાપરવામાં આવતો હોય છે અને આંગણવાડી કેન્દ્રના મકાનો સ્લેબ પણ વચ્ચેથી નમી ગયેલો હોય છે તેમજ સ્લેબ ના આગળના ભાગે બીમ પણ ભર્યા વિના આંગણવાડીનો સ્લેબ નાખી દેવામાં આવ્યો હોય અને તદ્દન હલકા પ્રકારના બારી બારણા પણ નાખવામાં આવ્યા હોવાની જાણ એક જાગૃત નાગરિકે શહેરા ની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કચેરીમાં તેમજ વાઘજીપુર વિસ્તારમાં મુકવામાં આવેલ ફિલ્ડ સુપરવાઇઝર તેમજ સુપરવાઇઝરને આ બાબતે જાણ કરતા સુપરવાઇઝર તેમજ ફિલ્ડ સુપરવાઇઝર જાગૃત નાગરિકને જણાવ્યું હતું કે પ્લાસ્ટરમાં સીધું કરી દેવાશે હવે સ્લેબ નખાઈ ગયો છે તો શું કરવું તેવા જવાબો શહેરા ની નરેગા કચેરીના અને વાઘજીપુર વિસ્તારમાં મુકવામાં આવેલ સુપરવાઇઝર રવિ કુમારે જણાવ્યું હતું જોકે સુપરવાઇઝરને એ પણ ખ્યાલ નથી કે સ્લેબ ત્યાંથી બેસી ગયો છે અને કયા પ્રકારે સળિયા સિમેન્ટ વાપરવામાં આવ્યો છે કેટલો સિમેન્ટ વાપરવાનો હોય છે તે તો ફિલ્ડ સુપરવાઇઝર અને સુપરવાઇઝરને ખ્યાલ નથી તો આવા સુપરવાઇઝર અને ફીલ્ડ સુપરવાઇઝર કયા પ્રકારે નોકરી પર લેવામાં આવ્યા હશે તે એક વિચારવા જેવો પ્રશ્ન છે. તો હવે જોવા એ રહ્યું કે આના પર તંત્ર ધ્યાન આપશે કે “જેસે થે” જેવી સ્થિતિ આંગણવાડી ની રહેશે. 

 

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: