પાકિસ્તાનને વધુ એક લપડાક, શક્તિશાળી એન્જીન સાથે સમજૌતા એક્સપ્રેસ ભારત પરત ફરી

કલમ 370 હટાવતા પાકિસ્તાન એવું રઘવાયું થઇ ગયું છે કે તે એક પછી એક સતત આત્મઘાતી પગલાં ભરી રહ્યું છે. આ સિલસિલામાં તેણે હવે સમજૌતા એક્સપ્રેસને વાઘા બોર્ડર પર જ રોકી દીધી હતી. જે ભારતમાં પાછી આવી ગઈ છે. સમજૌતા એક્સપ્રેસ પાકિસ્તાનથી અટારી રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે. ભારતે પોતાના ડ્રાઈવર અને એન્જીન મોકલીને તેને પરત લાવી દીધી છે.
આજે પાકિસ્તાનથી સમજૌતા એક્સપ્રેસ પાછી આવવાની હતી, પરંતુ પાકિસ્તાને તેને વાઘા બોર્ડર પર રોકી દીધી. તેના લીધે કેટલાંય લોકો વાઘા બોર્ડર પર ફસાઇ ગયા. પાકિસ્તાને ભારતની સરહદમાં પોતાના ગાર્ડ અને ડ્રાઇવરને મોકલવાનો ઇન્કાર કરી દીધો. તેણે ભારતને કહ્યું કે તેઓ પોતાના ડ્રાઇવર અને ગાર્ડને મોકલો. પાકિસ્તાનની આ હરકતથી પેસેન્જર ટ્રેનમાં અસમંજસની સ્થિતિમાં ફસાઇ ગયા. ભારતે બાદમાં કહ્યું કે તેઓ પોતાના ગાર્ડ અને ડ્રાઇવરને મોકલી ટ્રેનને સરહદમાં લાવશે.
પાકિસ્તાનના આ નિર્ણય બાદ ભારતે તત્કાળ પોતાના ડ્રાઈવર સહિતનો સ્ટાફ મોકલી આપ્યો હતો. સાથે ભારતીય રેલવેના એન્જીન પણ રવાના કર્યા હતાં. પાકિસ્તાને પોતાના રેલવે સ્ટાફને હટાવી લેતા અને એન્જીન પણ ટ્રેનથી નોખું પાડી દીધા બાદ ભારતીય રેલવે એન્જીન જોડીને સ્થાનિક પ્રસાશનની મંજૂરી બાદ સમજૌતા એક્સપ્રેસને રવાના કરવામાં આવી હતી. ટ્રેન આજે સાંજે 5:15 વાગ્યે ભારતના અટારી રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી.

Translate »
%d bloggers like this: