પૂરગ્રસ્તોને રોકડ રાહત અને ઘરવખરીસહાય પેટે રૂ.૫.૨૯ કરોડનું વિતરણ કરાયુ

વડોદરા શહેરના પૂરગ્રસ્તોને રોકડ રાહત અને ઘરવખરીસહાય પેટે રૂ.૫.૨૯ કરોડનું વિતરણ કરાયુ

વડોદરા તા.૧૦ ઓગષ્ટ, ૨૦૧૯ (શનિવાર) શહેર-જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિમાં બચાવ અને રાહતની સાથે શહેર-જિલ્લા પ્રશાસને સર્વેની પ્રાથમિક કામગીરી હાથ ધરી હતી. તે પછી વડોદરા શહેરમાં ૧૨૨ જેટલી ટીમો દ્વારા રાજય સરકારના નિયમો પ્રમાણે અસરગ્રસ્ત જણાયેલા લોકોને કેશડોલ્સ (રોકડ સહાય) અને ઘરવખરી સહાય ચૂકવવાની કામગીરી લગભગ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું હતુ કે,અત્યાર સુધીમાં ૮૬,૯૫૪ શહેરી અસરગ્રસ્તોને રૂ.૧.૪૭ કરોડ જેટલી રોકડ સહાય નિયમોનુસાર ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત રાજય સરકારના ધારા-ધોરણોને અનુસરીને ૧૯,૦૭૯ પરિવારોને ઘરવખરી સહાય પેટે રૂ.૩.૫૧ કરોડની સહાય ચૂકવણી કરવામાં આવી છે. આમ, અસરગ્રસ્તોને કુલ રૂ.૫.૨૯ કરોડની સહાયતા રાશિ ચૂકવી દેવામાં આવી છે.

      જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ કે પૂરથી અસર પામેલા ૧૬૫ પરિવારોને રૂ.૩.૩૦ લાખ ઘરવખરી સહાયના રૂપમાં અને ૭,૫૬૩ વ્યક્તિઓને રૂ.૧૨.૮૮ લાખ કેશડોલ્સ (રોકડ સહાય)ના રૂપમાં ચૂકવવામાં આવ્યા છે. આમ, કુલ રૂ.૧૬.૧૮ લાખની સહાયતા રાશિ ચૂકવી દેવામાં આવી છે. આ કામગીરી હજુ ચાલી રહી છે.

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક અપડેટ આપના મોબાઈલ પર

Translate »
%d bloggers like this: