દિલ્લી ખાતે સર્વશ્રેષ્ઠ નાણાંકીય સેવા માટે ગુજરાતની વડોદરા સ્થિત “બચત મંત્રા” કંપનીને ‘એશિયા આફ્રિકન લીડરશીપ ફોરમ’ મા એવોર્ડથી સન્માનિત

દિલ્હી ખાતે સર્વશ્રેષ્ઠ નાણાંકીય સેવા માટે ગુજરાતની વડોદરા સ્થિત “બચત મંત્રા” કંપનીને ‘એશિયા આફ્રિકન લીડરશીપ ફોરમ’ મા એવોર્ડથી સન્માનિત

નવી દિલ્હી પંચતારક ગ્રાન્ડ હોટેલ ખાતે ‘એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ AACCI દ્વારા *એશિયા આફ્રિકન લિડરશીપ ફોરમ* નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત સહિત એશિયા અને આફ્રિકાના વિવિધ દેશોના હાઈ કમિશનર તેમજ બિઝનેસ ડેલીકેટસોએ પોતાની હાજરી આપીને ઉદ્યોગને લગતા વિષયો પર સચોટ પણે ચર્ચા કરીને તેમના દેશમાં સામાજિક અને આર્થિક રીતે વિકાસમાં ભાગીદાર થવા હાકલ કરી હતી. પોતાના કાર્યક્ષેત્રમાં નિપુણતા સાથે કાર્યસિદ્ધિ હાંસિલ કરવા બદ્દલ ચેમ્બરના ચેરમેનશ્રી જી ડી સિંધ, પ્રમુખશ્રી મહેશ સચદેવા અને યુગાન્ડા, નાઇજેરીઆ, સોમાલિયા, માલાવી તેમજ બાંગ્લાદેશના ડેલીગેટ્સ હસ્તે ભારત દેશના ઉદ્યોગકાર તેમજ નાનામોટા વ્યાપારીઓને એવોર્ડ દવારા સન્માનિત કરવાનું આયોજન કરેલ હતુ. કાર્યક્રમમાં Founder & CEO શ્રી પ્રકાશ યાદવના નેતૃત્વમાં

ગુજરાતની વડોદરા સ્થિત ઝડપથી વિકાસ પામતી અને અને રોકાણકારોને મફતમાં યોગ્ય માર્ગદર્શન આપતી “બચત મંત્રા” (Bachat Mantra) કંપનીને “એશિયા આફ્રિકન લીડરશીપ ફોરમ”મા સર્વશ્રેષ્ઠ નાણાંકીય સેવા માટે “Emerging Startup Award for Retirement & Wealth Planning” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ‘બિઝનેસ લિડરશીપ ફોરમ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ દરેક વ્યક્તિ માટે પ્રોત્સાહન સાથે માહિતીલક્ષી બની હતી અને દરેક દેશના સંસ્કૃતિને જાગૃત રાખવા કળા પ્રદર્શન તેમજ લોકનૃત્યનું આયોજન સાથે પુર્ણાહુતી કરવામાં આવી હતી.

Translate »
%d bloggers like this: