વડોદરા કોર્પોરેશન ના કલાર્ક લાંચ લેતા પકડાયા-વહીવટી વોર્ડ નં ૧૨ ના કલાર્ક એસીબી ના છટકામાં પકડાયા-વેરા આકારણીની કામગીરી કરવા બાબતે માંગી હતી લાંચ

આરોપી :

ગોપાલભાઇ ઇશ્વરભાઇ રાણા, ઉ.વ.૪૪,
નોકરી-જુનિયર કલાર્ક,
વર્ગ-૩,
રેવન્યુ વિભાગ, વોર્ડ નં.૧૨, વડોદરા મહાનગર પાલીકા વડોદરા, મકરપુરા જી.આઇ.ડી.સી, વડોદરા.

હાલ રહે.૨૯૬, વિશાલનગર, તરસાલી વડોદરા, મુળ રહે ગામ-લઢોદ તા-બોડેલી,
જી-છોટાઉદેપુર.

.

લાંચની માંગણીની રકમ :- રૂા.૪,૦૦૦/-

સ્વીકારેલ રકમ :-
રૂ.૪,૦૦૦/-

રીકવરી રકમ :-
રૂા.૪,૦૦૦/-

ટુંક વિગત :-
આ કામના ફરીયાદીના માલીકીનો ઓપન પ્લોટનો વેરો ચાલુ કરાવવા અરજી આપેલ, જે અરજી અન્વયે ફરીયાદીની વેરા પાવતી આરોપીએ આપેલ. આ વેરા પાવતી કાઢી આપવા બાબતેની કામગીરી કરવાના ભાગરૂપે આક્ષેપીતે લાંચ ના રૂ.૪,૦૦૦/- ફરીયાદી પાસે માંગેલ.


ફરીયાદીએ લાંચ આપવી ન હોય એ.સી.બી. પો.સ્ટે. ખાતે ફરીયાદ આપતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસેથી લાંચ માંગી, સ્વીકારી, પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

મકરપુરા જી.આઇ.ડી.સી. મેઇન રોડ, ગજાનન પાર્ક ચાર રસ્તા પાસે પાણીની ટાંકી પાસે જાહેર રોડ ઉપર.

ટ્રેપ કરનાર અધિકારી :-
શ્રી એસ.પી.કહાર,
પો.ઇ., વડોદરા શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ.

સુપર વિઝન અધિકારી :-
શ્રીમતી બી.જે.પંડ્યા,
ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.

Translate »
%d bloggers like this: