પોલીસ પ્રજા નો મિત્ર છે દુશ્મન નહી આ સુવાક્ય ને સાર્થક કરતી વડોદરા શહેર જે.પી.રોડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે. ડી રાઠોડ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ

ગઇ તા.8/5/2020ના રોજ રાત્રીના 09:30 વાગે વડોદરા શહેરના મુજમહૂડા પોઇન્ટ પર લોકડાઉન અર્થે બંદોબસ્તની ફરજ પર જે.પી.રોડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.ડી રાઠોડ હાજર હતા


ત્યારે એક પુરુષ પોતાના હાથમાં એક નવજાત શિશુને લઇને ચાલતો જતો હતો અને તેની પાછળ તેની પત્ની એક નાના બાળકનો હાથ પકડી ચાલતી હોય તેઓને અટકાવી તેમની પૂછપરછ કરતાં તે પરિવાર ઉત્તરપ્રદેશ રાજ્યના ગોરખપુર જિલ્લાના ગામ સરદારનગર છોટીબીલારીના મુળ વતની હોય તેઓનુ નામ ધર્મેન્દ્ર સાહની ઉવ.30 અને તેમની પત્નીનુ નામ પ્રતિમા ઉવ.28 છે અને તેમને સંતાનમાં એક દિકરો અનમોલ ઉવ.4 અને બીજો દિકરો આયુષમાન જે ફક્ત દિન-21નો હોય પોતે અહીં વાસણા રોડ ખાતે આવેલ પંચમુખી હાઉસીંગમા ભાડાના મકાનમાં રહી મિસ્ત્રી કામ કરતાં હતાં
અને હાલમાં covid-19 ની મહામારી ફેલાવાના કારણે મજૂરી કામ છૂટી જતાં હમણાં જ તેમની પત્નીને પ્રસુતિ થયેલ હોય આર્થિક સંકળામણના કારણે અન્ય લોકો સરકાર તરફથી ખાસ રેલવે ચાલુ કરાતાં વતન તરફ જતાં હોય પોતે પણ પરિવાર સાથે રેલવે સ્ટેશન જતાં હોવાનું જણાવતા તેઓ પાસે રેલવેની ટિકીટની વ્યવસ્થા થયેલ છે તેમ પૂછતા ટિકીટની વ્યવસ્થા થયેલ નથી તેમ જણાવતા તેઓને એક ચાર વર્ષનું બાળક તેમજ બીજું એકવીસ જ દિવસનુ નવજાત બાળક હોય તેની સાથે હાલના સંજોગો જોતાં મુસાફરી કરવી યોગ્ય ના હોય તેઓને અટકાવી દઇ ડી.સી.પી સંદીપ ચૌધરી ને આ બાબતે જાણ કરી તેમના માર્ગદર્શન હેઠળ આ પરિવારને તેઓને કોઇ પણ તકલીફ નહીં પડવા દેવામાં આવે તેવો ભરોસો અને ખાત્રી આપી તેઓને હાલ વતન ના જવા માટે સમજાવી લીધેલ અને આ પરિવાર ને ડી માર્ટ વાસણા ખાતેથી તેઓની જરૂરિયાતનો કરિયાણા તથા અન્ય સામગ્રી ખરીદ કરાવી તેનું બિલ ચૂકવી આપેલ છે તેમજ ધર્મેન્દ્રભાઇને પી.એસ.આઇ જે. ડી રાઠોડ નો ફોન નંબર આપી તેઓને બાળકોના દૂધથી માંડી કોઈ પણ પ્રકારની મદદ ની જરૂર જણાયતો નિસંકોચ ફોન કરવા સમજ કરેલ છે.
જે પોલીસને આપણે નિર્દેય સમજીયે છે એ પોલીસ દ્વારા જ હદય સ્પર્શી સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

Translate »
%d bloggers like this: