વડનગરના સિપોર ગામે આવેલ આઉટ પોસ્ટમાં પોલીસ તંત્રની સરાહનીય કામગીરી

વડનગરના સિપોર ગામે આવેલ આઉટ પોસ્ટમાં પોલીસ તંત્રની સરાહનીય કામગીરી

મહેસાણા

 વડનગરના સીપોર આઉટ પોસ્ટનું મકાન છેલ્લા સવા એક વર્ષથી નવીન બનાવેલ છે.સિપોર ખાતે આવેલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં ૧૪ ગામે આવેલ છે. જેમાં આઉટ પોસ્ટના  કર્મયોગીઓ સમંસ,વોરંટ સહિત અન્ય કામગીરી અર્થે આઉટ પોસ્ટ છોડીને બીજા ગામે જવું પડે છે બાકીના સમયમાં સિપોર આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મયોગીઓ ફરજ બજાવે છે

સીપોર આઉટ પોસ્ટ ઇન્ચાર્જ,પોલીસના કર્મયોગીઓ સહિત હોમગાર્ડના ૦૮ જવાનો પેટ્રોલીંગ કરી સુરક્ષા કરાઇ રહી છે.વડનગર પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણ વર્ષમાં ગુન્હાઓમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.સિપોર આઉટ પોસ્ટ વિસ્તારમાં ક્રાઇમનો સતત ઘટાડો થઇ રહ્યો છે. આ ઉપરાંત આઉટ પોસ્ટના વિસ્તારની મંદિરના ચોરીનો ગુન્હો શોધી આરોપીને ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી લેવામાં આવેલ છે. સિપોર આઉટ પોસ્ટ કાર્યરત હોઇ ગુ્ન્હાઓમાં સતત ઘટાડો જોવા મળ્યો છે

સુનીલ બ્રમ્હ ભટ્ટ મહેસાણા

Translate »
%d bloggers like this: