જેલ સંકુલમાં મોબાઇલના ઉપયોગની મનાઇ

જેલ સંકુલમાં મોબાઇલના ઉપયોગની મનાઇ

જેલ સંકુલમાં મોબાઇલના ઉપયોગની મનાઇ
વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર)
શહેર પોલીસ કમિશનરશ્રીએ જેલવાસ ભોગવતા અંતેવાસીઓ દ્વારા અનિચ્છનીય પ્રવૃત્તિઓ થતી અટકાવવાની પૂર્વ તકેદારીના રૂપમાં કાયદાની જોગવાઇઓ પ્રમાણે જાહેરનામુ બહાર પાડ્યુ છે. તેના દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલ અને તેની પ્રિમાઇસીસમાં, ફરજ પરના અધિકારીઓના અપવાદો સિવાય, મોબાઇલ ફોન, સીમ કાર્ડ કે આઇપેડ રાખવા, તેનો ઉપયોગ કરવા કે આવા ઉપકરણો સાથે જેલ પ્રવેશ કરવાની મનાઇ ફરમાવી છે. તાત્કાલિક અસરથી તા.૦૧/૧૦/૨૦૧૯ સુધી તે અમલમાં રહેશે. તેનું ઉલ્લંઘન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

Translate »
%d bloggers like this: