આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 30 વધુ ઘાયલ

આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર બુધવાર રાત્રે બસ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ઘટના સ્થળ પર જિલ્લાની પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ બચાવ કાર્યમાં જોડાઇ છે. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.


જિલ્લા કલેક્ટર રવિન્દ્ર કુમારે જણાવ્યુ હતુ કે બસ જયપુરથી બિહાર તરફ જઇ રહી હતી. આ દરમિયાન એક્સપ્રેસ-વે પર દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ચાર લોકોના મોત અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. બધા ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટના સ્થળ પર પોલીસની ટીમની સાથે અનેત પ્રશાસનિક અધિકારી હાજર છે. એમ્બ્યુલન્સથી ઇજાગ્રસ્તને હોસ્પિલ પહોંચાડવામાં આવ્યા છે. હાલ બચાવ અભિયાન ચાલું છે.

Translate »
%d bloggers like this: