સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીમાં જવાની લિફ્ટ ખોટકાતા પ્રવાસીઓ મુશ્કેલી મા મુકાતા હંગામો

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીમાં જવાની લિફ્ટ ખોટકાતા પ્રવાસીઓ મુશ્કેલી મા મુકાતા હંગામો 
ફરજ બજાવતા બે કર્મચારીઓ સાથે મારમારી નો બનાવ
રાજપીપળા તા 22
કેવડીયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીમાં જવાની લિફ્ટઆજે ફરી વાર  બગડી જતા પ્રવાસીઓ મુશ્કેલી મા મૂકાઈ જતા  પ્રવાસીઓએ હોબાળો મચાવ્યોહતો 
.લિફ્ટ બંધ થઈ જતાં પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા બે કર્મચારીઓ સાથે મારમારી નો બનાવ પણ બન્યો હતો
 ….ઘટનાને પગલે સ્થાનિક પોલીસઘટના સ્થળે પહોચી જતા કરી પરિસ્થિતિ ને સંભાળી લેતા મામલો થાળે પડ્યો હતો 
.અત્રે ઉલ્લેખનીય છે કે  સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વ્યૂઈંગ ગેલેરી સુધી જવા માટે મુકવામાં આવેલી આ લિફ્ટ અગાઉ પણ ઘણી વાર  વખત બંધ પડી ગઇ હતી ….અગાઉ  અનેક  મંત્રીઓ અધિકારી ઓ આ  લિફ્ટમાં ફસાયા હતા…ત્યારે ફરી એકવાર લિફ્ટ બંધ થઈ જતા ટેકનિકલ ફોલ્ટ ના સમારકામ સામે અનેક સવાલો ઊભા થયા છે
રિપોર્ટ :જ્યોતિ દીપક જગતાપ , રાજપીપળા 

Avatar

Deepak Jagtap

દિપક જગતાપ deepakjagtap3@gmail.com નર્મદા 9998796527

Read Previous

કુડા હત્યાકાંડ:/ આખરે પરિવારજનોએ મૃતદેહો નો સ્વીકાર કરયો

Read Next

word cup 2019 IND Vs AFG : મોહમ્મદ શમીની હેટ્રિકને કારણે ભારત જીત્યું

Translate »
%d bloggers like this: