ઉનામાં પશુ દવાખાના નું નવું બિલ્ડિંગ મંજૂર કરવા માંગ

ઉનામાં પશુ દવાખાના નું નવું બિલ્ડિંગ મંજૂર કરવા માંગ

અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડા એ લાગતા વળગતા અધિકારી ને આવેદન પત્ર આપી ને જણાવ્યું કે ઉના શહેરનાં મધ્યમાં જુના બસ સ્ટેશન વિસ્તારમાં પશુ દવાખાનું આવેલ છે.આ દવાખાના નું બિલ્ડીંગ તથા સ્ટાફ ક્વાર્ટર એકદમ જર્જરીત હાલતમાં છે. ત્યારે આજુબાજુના પશુપાલકો માટે આ નજીકનું દવાખાનું હોય અહીં નવું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.જેને કારણે હજારો પશુપાલકો ને ફાયદો તથા લાભ થઈ શકે એમ છે.તો આપની કક્ષાએથી વિશાળ પશુપાલકો ના હિતને ધ્યાનમાં રાખીને નવું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવે એવી રજૂઆત રસિકભાઈ ચાવડા એ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા ને કરી છે.

gf

અહેવાલ :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

Translate »
%d bloggers like this: