વરસાદના કારણે જીલ્લાના ઉમરાળા તાલુકામાં કપાસ મગફળી અને જુવાર જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકશાન થતા

ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગત સાંજે પડેલા કમોસમી વરસાદના કારણે જીલ્લાના ઉમરાળા તાલુકામાં કપાસ મગફળી અને જુવાર જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકશાન થતા જીલ્લાના ઉમરાળા તાલુકાના ખેડૂતોને પડ્યા પર પાટું પડ્યું છે મહા મહેનતે પક્વાયેલા ખરીફ પાકને નુકશાન થયું છે આ પંથકના ખેડૂતોનું કહેવું છે

કે સરકાર તત્કાલ પાક વીમો ચુકવે નહિ તો ખેડૂતોને મરવાનો વારો આવે તેમ છે જીલ્લાના ઉમરાળા તાલુકામાં ગત સાંજે પડેલા દોઢ ઇંચ વરસાદના કારણે ઉમરાળા તાલુકાના આજુબાજુના ૧૦ થી ૧૨ ગામોમાં ખેડૂતોના કપાસને વરસાદે નષ્ટ કરી નાખ્યો છે ઉમરાળા તાલુકામાં અંદાજે ખરીફ પાક કપાસ ૨૮૭૯૩ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું પરંતુ ગત કાલે સાંજે પડેલા કમોસમી વરસાદના કારણે ઉમરાળા તાલુકાના ૧૦ થી ૧૨ ગામોમાં કપાસના પાકમા ૧૫ થી ૧૬ હજાર હેક્ટરમાં નુકશાન થયું છે ખેડૂતોને પડ્યા પર પાટું છે હાલ તો ખેડૂતો ભગવાન ભરોસે પાક વીમાની મીંટ માંડીને બેઠા છે સાંભળો ઉમરાળા પંથકના ખેડૂતો શુ કહી રહીયા છે


સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ફરજિયાત પાક વિમાનું પ્રીમિયમ લેવામાં આવ્યું છે તો સરકાર અને વીમા કંપનીઓ ખેડૂતોને વીમા સુકવે તેવી ઉમરાળા પંથકના ખેડૂતોની માંગ ઉઠી રહી છે

Translate »
%d bloggers like this: