ઉમરાળા ના ધોળા PGVCL કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવ્યુ

ઉમરાળા ના ધોળા PGVCL કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવ્યુ

ધોળા PGVCL દ્વારા અવાર નવાર પાવરના ધાંધિયા હોય ત્યારે લોકોની રજૂઆત કાને ધરવામાં આવતી નથી

આજે તારીખ 09/09/2020 ના રોજ આમ આદમી પાર્ટી ઉમરાળા તાલુકા દ્વારા PGVCL કચેરી ધોળા ખાતે અવાર નવાર વિજ ધાંધીયા થી ઉમરાળા તાલુકાની પ્રજાને જે હાલાકી થઈ રહી છે તેના અનુસંધાને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કચેરીએ જઈને જવાબદાર અધિકારીને રજુઆત કરી અને વહેલી તકે વીજ પુરવઠો કાર્યરત કરવા અને નિયમિત રહે અને લોકોની સમસ્યાનું જલ્દી નિરાકારણ આવે તેવી રજુઆત કરી આવી સમસ્યા આગામી દિવસોમાં સાલું રહેશે તો આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયાના નેતૃત્વ નીચે આપના ઉમરાળા તાલુકા પ્રભારી ભરતભાઈ ડાંગર અને પ્રમુખ અજયભાઈ ખાખડીયા દ્વારા જણાવાયું કે આગામી દિવસોમાં લોક શાહી ઢબે આંદોલન કરવામાં આવશે.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Translate »
%d bloggers like this: