ઉમરાળા તાલુકા માલધારી સેના દ્વારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ

*

ઉમરાળા તાલુકાના અલગ અલગ 40 જેટલા ગામના માલધારી સમાજના આગેવાનો દ્વારા ઉમરાળા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યુ અને સાથે ઉમરાળા તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપી ઉગ્ર માંગણી કરવામાં આવી કે ગુજરાત ભરના ગ્રામ્ય વિસ્તારોમાં મૂંગા પશુઓ માટે સરકાર દ્વારા ગૌચરની જમીનો નીમ કરવામાં આવેલ હતી તેમાં ભુ માફીયાઓ દ્વારા કબજા હક કરવામાં આવ્યા છે

તે તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવે અને ગૌ હત્યા કેસમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી અને સાથે *એક ચિમકી ઉચ્ચારી હતી કે સરકાર દ્વારા ગૌચરની જમીન ખાલી કરાવવામાં ગંભીતાપૂર્વક પગલા ભરવામા નહિ આવેતો અમો ગુજરાત માલધારી સેના ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્ય વ્યાપી ઉગ્ર આંદોલન કરશુ તેવી માંગ કરી હતી

રીપોર્ટ નિલેષ આહીર ભાવનગર

Translate »
%d bloggers like this: