ઉમરાળાના ધોળા માર્કેટિંગ યાર્ડ ખાતે રકતદાન કેમ્પ યોજાયો 172 બોટલ રક્ત એકત્રિત કરાયું

ઉમરાળાના ધોળા માર્કેટિંગ યાર્ડ ખાતે રકતદાન કેમ્પ યોજાયો 172 બોટલ રક્ત એકત્રિત કરાયું

*મિત્રની મુરાદને ભેરુઓની ભાવ વંદના*

ધોળા જંક્શનના આહીર સમાજના સેવાભાવી યુવાન
સ્વ.જીતેશભાઈ ભગવાનભાઇ કુવાડિયા નિ બીજી પુણ્યતિથિ નિમ્મીતે રકતાંજલિ રૂપે કુવાડીયા પરીવાર આહિર સમાજ અને મીત્રો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવા માટે તેમના પરિવાર,હૃદયથી જોડાયેલા મિત્રો તથા સ્નેહીજનો તથા આહીર યુવા સંગઠન ના સહયોગ થી રક્તદાન કેમ્પ શ્રી પેથાભાઈ આહીર (ડિરેક્ટર જી.આઈ.ડી.સી ગુજરાત) તથા આહીર સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પારંભ કરવામાં આવ્યો હતો જેમાં રક્તદાન નિ સરવાણી વહાવતા રક્તદાતાઓ દ્વારા 172 બોટલ રક્તનું યોગદાન આપવામાં આવ્યું હતું.

કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં હાલ જયારે દર્દી નારાયણને ખરેખર રક્તનિ જરૂર છે ત્યારે પુણ્યતિથિ નિમ્મીતે રક્તદાન કાર્યક્રમ યોજી કુવાડિયા પરિવાર તેમના મિત્રવર્તુળ તથા આહીર યુવા સંગઠન દ્વારા આ ભગીરથ કાર્ય કરી સમાજને એક નવિ રાહ ચીંધી છે.તેમજ રક્તદાન કરી સંબંધો વધુ ગાઢ કરનાર તમામ રક્તદાતાઓ નો કુવાડિયા પરિવાર તથા આહીર યુવા સંગઠન ખરા હૃદયથી આભાર માને છે.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Translate »
%d bloggers like this: