શ્રી લંગાળા પ્રાથમિક શાળા, તા- ઉમરાળાની માંગણી અન્વયે શ્રી દેપલા જૈન સંઘ-ભાવનગરનાં સહયોગથી દાતા માતૃશ્રી ચંપાબેન જીવરાજભાઈ જેરાજભાઈ કનાડીયા હ.કોકીલાબેન વાડીલાલ કનાડીયા,નિર્મળાબેન હિમંતભાઈ કનાડીયા,વિજયાબેન મનસુખભાઈ શાહ,મીતાબેન મનસુખભાઈ કનાડીયા,

ઉમરાળા તાલુકાના લંગાળા પ્રા.શાળામાં દાતા તરફથી આપવામાઁ આવેલ ચબુતરાનું દાન

શ્રી લંગાળા પ્રાથમિક શાળા, તા- ઉમરાળાની માંગણી અન્વયે શ્રી દેપલા જૈન સંઘ-ભાવનગરનાં સહયોગથી દાતા માતૃશ્રી ચંપાબેન જીવરાજભાઈ જેરાજભાઈ કનાડીયા હ.કોકીલાબેન વાડીલાલ કનાડીયા,નિર્મળાબેન હિમંતભાઈ કનાડીયા

,વિજયાબેન મનસુખભાઈ શાહ,મીતાબેન મનસુખભાઈ કનાડીયા, મંજુલાબેન ચંદુલાલ શાહ, જાગૃતિબેન જીતેદ્રભાઈ કનાડીયા તરફથી શ્રી લંગાળા પ્રાથમિક શાળામાં ચબુતરો -૧, ચબુતરા ઉપરનો લગાવવા મોર-૧, જુવાર- ૨ કટ્ટા,ડોલ -૧,સીડી-૧, કુંડા-૨, જુવાર ભરવાની કોઠી-૧ ,વગેરે મળેલ છે તે બદલ શ્રી લંગાળા પ્રાથમિક શાળા પરિવાર આપ સૌ દાતાશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી એ છિએ


તા-૧૯.૦૨.૨૦૨૦ બુધવારનાં રોજ ચબુતરાને શાળાના તમામ બાળકો,આચાર્ય, તેમજ તમામ શિક્ષકોની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો છે. અમો આપશ્રીને વિશ્વાસ સાથે જણાવ્યે છિએ કે શાળાનાં બાળકો અને સ્ટાફ ગણ નિયમિત પક્ષીઓને ચણ નાખીશું તથા આવી સરસ પ્રવૃતિથી બાળકોમાં પક્ષીઓ તેમજ સજીવો પરત્વે દયાભાવ ઉભો થશે અને પ્રકુતિનું જતન થશે સાથે પુણ્યનું કામ થશે શ્રી દેપલા જૈન સંઘ અને ચબુતરાનાં દાતાશ્રીનો લંગાળા પ્રાથમિક શાળાનાં એસ.એમ.સી. અધ્યક્ષશ્રી તમામ સભ્યો આચાર્ય તમામ શિક્ષકો અને તમામ બાળકો દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Translate »
%d bloggers like this: