UDS કર્મીઓની ગાંધીગીરી તમામ કર્મચારીઓ પગારની માંગ સાથે સવારે ચાર કલાક સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રહી વિરોધ નોંધાવ્યો 4 કલાક ઉભા રહ્યા પણ પોઇન્ટ પર ન ગયા

UDS કર્મીઓની ગાંધીગીરી તમામ કર્મચારીઓ પગારની માંગ સાથે સવારે ચાર કલાક સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રહી વિરોધ નોંધાવ્યો 4 કલાક ઉભા રહ્યા પણ પોઇન્ટ પર ન ગયા

વિરોધને લઈને આધિકારીઓમાં દોડતા થયા

L&T એ પેમેન્ટ તાત્કાલિક કરી કર્મચારીઓને એક મહિનાનો પગારચૂકવી દીધો

અધિકારીઓ અમારી 2 દિવસની હાજરી ઓછી બતાવી પગારમાં ગોલમાલ કરતા હોવાનો સિક્યુરિટી કર્મીઓએ કર્યો આક્ષેપ

રાજપીપળા: તા 25

કેવડીયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 70 જેટલા લોકો સિક્યુરિટીમાં કામગીરી કરે છે.આ તમામ કર્મચારીઓનો છેલ્લા બે મહિનાથી પગાર નહિ થતા રોષે ભરાયા હતા,જેને પગલે પગારની માંગ સાથ કર્મચારીઓએ ગાંધીગીરી કરી વિરોધ નોંધાવ્યો હતો.એ તમામ કર્મચારીઓ પગારની માંગ સાથે સવારે ચાર કલાક સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રહી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ કર્મચારીઓના વિરોધને લઈને ઉચ્ચ આધિકારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.જો કે સાંજે એક મહિનાનો પગાર કરી દેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમ્યાન સ્ટેચ્યુ બંધહતુ ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા માટે પણ સિક્યુરિટીની ટીમો બોલાવવામાં આવતી હતી.આ તમામ કર્મચારીઓ UDS સર્વિસ હેઠળ કામ કરે છે . પણ કોન્ટ્રાકટ L&T નો છે.એટલે L&T UDS ને પેમેન્ટ કરે તો જ આ સિક્યુરિટી ગાર્ડનો પગાર થાય.હવે અનલોક જાહેર થયું અને સિક્યુરિટીમાં કામ કરતા 70 જેટલા કર્મચારીઓનો બે મહિનાથી પગાર ન થતા તેઓ રોષે ભરાયા હતા

સરકાર રોજગારી નહીં આપે તો જન આંદોલન:

અત્રે એ ઉલ્લેખનીય છે કે મુખ્ય કોન્ટ્રાકટ L&T નો છે એટલે UDS ને પેયમેન્ટ થાય એ માટે ઉચ્ચ સ્તરીય વાટા ઘાટો ચાલી રહી હતી એટલે પગારમાં વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે.
. . . . . . . . . . . . . . . . .

સ્થાનિક અધિકારીઓ દ્વારા હાજરી છુપાવાતી હોવાનો આક્ષેપ
રાજપીપલા તા 25

સિક્યુરિટી કર્મચારીઓએ સિનિયર આધિકારીઓ પર આક્ષેપ કર્યો હતો કે તેઓનું પહેલા L&T માં પંચિંગ કરી હાજરી પુરાય છે . અને બાદમાં UDS માં પણ પંચ કરી હાજરી પુરાય છે.L&T ના પંચિંગમાં 28 દિવસ બતાવતા હોય તો UDS માં કેમ 26 દિવસ બતાવતા હોય છે? .અમારા તમામ કર્મચારીઓની બે દિવસની હાજરી ઓછી બતાવે છે એટલે કોઈ કર્મચારીઓના પગારમાં ગોલમાલ કરે છે.એટલે આ બાબતની ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે એવા આક્ષેપ સાથે માંગ કરી હોવાનુ જણાવ્યુ છે
. . . . . . . . . . . . . . . . . .
gf

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: