તુલસીશ્યામ તીર્થધામમાં પ.પૂ.મોરારીબાપુ ની રામકથા
અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાનશ્રી શ્યામ જ્યાં બિરાજમાન છે અને સામેજ ડુંગર ઉપર માં રુક્ષમણિમાં ના બેસણા છે તેવા તુલસીશ્યામ ધામમાં રુક્ષમણિમાં ના ડુંગરા ઉપર પૂજ્ય મોરારીબાપુ ની રામકથા તારીખ :- ૨૬/૦૯/૨૦૨૦ ને શનિવારે સવારે ૦૯:૩૦ થી શરૂ થાઈ છે.
પ્રકૃતિ જ્યાં સોળે કળાએ ખીલી છે લીલી વનરાઇના પર્ણોના સંગીતથી જયાં શ્યામની ઝાલરૂ વાગે છે,મોરલા અને કોયલના ટહુકાથી જયાં શ્યામની આરતી ગવાઈ છે,ડાલા મથ્થા સિંહની ડણકુ ના નગારે ઘા થઇ જયાં શ્યામની આરતી ઉતરે છે,એવાં તુલસીશ્યામ તીર્થધામમાં પરમ પૂજ્ય બાપૂની રામકથા જે શ્રોતા વગરની આસ્થા ચેનલ ઉપરથી જીવંત પ્રસારણ થશે તો શ્રોતાજનોને લાભ લેવા વિનંતી.
ખાસનોંધ :- પૂ.બાપુની શ્રોતા વગરની સપ્તાહ છે.કોરોના ના કારણે તુલસીશ્યામ મંદિર સંપૂર્ણ બંધ છે,તો સૌએ આસ્થા ચેનલ ઉપરથી જ કથા શ્રવણ કરવા વિનંતી
આસ્થા ચેનલ પર તારીખ :- ૨૬/૦૯/૨૦૨૦ થી ૦૪/૧૦/૨૦૨૦,સુધી સવારે :- ૦૯:૩૦ થી ૧૨:૩૦ લાઈવ પ્રસારણ
તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ
પ્રતાપભાઈ. એસ.વરૂ
ડૉ. બી બી વરૂ સાહેબ
તથા ટ્રસ્ટીશ્રીઓ