તળાજા કામરોળ ગામ માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૦ કુલ કિ.રૂ. ૫૪,૦૦૦/- તથા વાહન સહિત કુલ રૂ.૪,૫૪,૦૦૦/- નો મુદામાલ પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

 

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની સુચના કરેલ

આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો તળાજા ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા.તેદરમિયાન પેટ્રોલિંગ ફરતા ફરતા મોટી કામરોળ ગામે આવતા બાતમીરાહે હકીકત મળેલ કે મોટી કામરોળ ગામે રહેતા સિધ્ધરાજસિંહ દિલીપસિંહ સરવૈયા તથા તેની સાથે ડ્રાઇવર તરીકે કામ કરતા નવી શોભાવડ ગામના કિશોરભાઇ ઉર્ફે મુનો ભુપતભાઇ મકવાણા બંન્નેએ ભેગા મળી મારૂતિ સિયાઝ ગાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી તે દારૂ સિધ્ધરાજસિંહ દિલીપસિંહ સરવૈયાના રહેણાંકી મકાનના ફળીયાના ભાગે મારૂતિ સુઝુકી સિયાઝ ફોર વ્હીલ ગાડીમા રાખેલ છે. જે હકીકત આઘારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા બે ઇસમો હાજર મળી આવેલ તે પૈકી (૧) સિધ્ધરાજસિંહ દિલીપસિંહ સરવૈયા રહે-મોટી કામરોળગામ તા-તળાજા જી.ભાવનગર (૨) કિશોરભાઇ ઉર્ફે મુનો ભુપત ભાઇ મકવાણા રહે- નવા શોભાવડ ગામ તા-તળાજા જી.ભાવનગર વાળાઓ પકડી લઇ તેના કબ્જાની મારૂતિ સુઝુકી સિયાઝ રજી.નંબર GJ.38.BA.3033 માં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ROYAL / ARMS RARE WHISKY લખેલ છે. જે બોટલો 750 MLની કંપની સીલપેક બોટલો કુલ પેટી નંગ-૧૫ કુલ બોટલ નંગ-૧૮૦* કિ. રૂ.૫૪,૦૦૦/- તથા દારૂના હેરાફેરીના ઉપયોગમા લીધેલ મારૂતિ સુઝુકી સિયાઝ રજી.નંબર GJ.38.BA.3033 કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ગણી.કુલ કિ.રૂ. ૪,૫૪,૦૦૦/-નો મુદામલ સાથે મળી આવતા પંચનામાની વિગતે કબ્જે કરવામા આવેલ અને બંન્ને ઇસમો વિરૂધ્ધમાં તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ. તિરૂણસિંહ સરવૈયા તથા જીવણભાઇ આહિર તથા શકિતસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ ગોહિલ તથા નરેશભાઇ બારૈયા તથા ઘદ્રેશભાઇ પંડયા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા

Translate »
%d bloggers like this: