તિલકવાડામાં 2 ઇંચ, ગરુડેશ્વરમાં દોઠ ઇંચ, સાગબારામાં એક  ઇંચ વરસાદ

તિલકવાડામાં 2 ઇંચ, ગરુડેશ્વરમાં દોઠ ઇંચ, સાગબારામાં એક  ઇંચ વરસાદ.
નર્મદામાં ચાલુ રહેલો એકથી બે ઇંચ વરસાદ.
 નર્મદાને કરજણ ડેમની સતત વધતી જતી સપાટીને કારણે બંને ડેમોમાં પાણી ની ચાલુ રહેલી આવક.
રાજપીપળા, તા. 6
નર્મદા જિલ્લામાં આઠમા દિવસે પણ વરસાદની હેલી ચાલુ રહી હતી જોકે નાંદોદ તાલુકામાં વરસાદના હળવા ઝાપટા સાથે વરસાદે વિરામ લેતા થોડો ઉઘાડ નીકળતાં લોકોને રાહત અનુભવી હતી. તિલકવાડા બે ઇંચ વરસાદ (૪૬ મી.મી),  ગરુડેશ્વર માં દોઢ ઈંચ (૩૪ મીમી), સાગબારામાં એક ઇંચ(26 મીમી)વરસાદ પડ્યો છે.જ્યારે નાદોદમાં ૯ મીમી,  દેડિયાપાડામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.
નર્મદા જિલ્લામાં 24 કલાકમાં કુલ 126 મીમી (સરેરાશ ૨૫ મીમી-1 ઇંચ)વરસાદ નોંધાયો છે.જ્યારે અત્યાર સુધીમાં નર્મદામાં સૌથી વધુ કુલ વરસાદ ડેડીયાપાડા તાલુકામાં 938 મીમી અને સૌથી ઓછો વરસાદ શાગબારા તાલુકામાં 884 મીમી વરસાદ નોંધાયો છે.જ્યારે ગરુડેશ્વર તાલુકામાં 884મીમી, તિલકવાડા તાલુકામાં 934 મીમી, નાદોદ તાલુકામાં ૯૨૩ મીમી વરસાદ નોંધાયો છે, અત્યાર સુધીમાં નર્મદામાં મોસમનો કુલ વરસાદ 4454 મીમી (સરેરાશ 891 મીમી) વરસાદ નોંધાયો છે.
નર્મદા ડેમ અને કરજણ ડેમની સતત વધતી જતી સપાટીને કારણે બંને ડેમોમાં પાણીની ભારે આવક થઈ રહી છે.નર્મદા ડેમની સપાટી 127.25 મીટરે પહોંચી છે, જ્યારે કરજણ ડેમની સપાટી 108.82 મીટર નાના કાકડીઆંબા ડેમની સપાટી 185.40 મીટર ચોપડવાવડેમ ની સપાટી 184.65 મીટર નોંધાઇ છે.અને નર્મદા ગરુડેશ્વર નર્મદા નદીનું ગેજ લેવલ 15.20 મીટર નોંધાઈ છે.
રિપોર્ટ :જ્યોતિ  જગતાપ રાજપીપલા
Translate »
%d bloggers like this: