રાજપીપળા જુની સબજેલ પાસે જોખમી ઝાડ કાપવા પાલિકાએ જિલ્લા કલેક્ટરની મંજૂરી માંગી

રાજપીપળા જુની સબજેલ પાસે જોખમી ઝાડ કાપવા પાલિકાએ જિલ્લા કલેક્ટરની મંજૂરી માંગી
 રાજપીપળા, તા.27રાજપીપળા ખાતે આવેલ જુની સબજેલના મુખ્ય માર્ગ ઉપર આવેલ લીમડા તોતંગી જુનુ ઝાડ સાવ સુકાઈ ગયું હતું. જેનું ઝાડ અતિ જોખમી હાલતમાં છે જેની નીચે વીજ વાયરો પસાર થતા હોય જેથી ક્યારેક આકસ્મિક રીતે આ સુકાયેલ ઝાડ પડે તો લોકોના જીવ પણ જોખમમાં મૂકાઈ તેમ હોવાથી સ્થાનિક લોકોએ થોડા દિવસો અગાઉ રાજપીપળા પાલિકા મા આ ઝાડ તાકીદે કાપી લેવા રજૂઆત કરી હતી. સત્વરે આ સૂકાયેલી ઝાડને ઉતારી લેવાની માંગ થઇ હતી. જે અનુસંધાને રાજપીપળા નગરપાલિકા અને જિલ્લા કલેકટરની મંજૂરી માટે એક અરજી કરી છે અને તેમાં જણાવ્યું છે કે રાજપીપળા નગરપાલિકા વિસ્તારના મુખ્ય માર્ગ સબજેલ ગૌતમ જનરલ સ્ટોરની સામે લીમડાનું તદ્દન સૂકાઈ ગયેલી હાલતમાં છે. તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન તૂટી પડવાની સંભાવના જણાઈ છે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં નગરજનોની અવરજવર રહેતી હોય છે તેમ જ બસ સ્ટેન્ડ પણ નજીક વિસ્તારમાં આવેલ છે આમ લીમડાનું ઝાડ તાત્કાલિક કાપીને દૂર કરવાનું હિતાવહ જણાઈ રહ્યું છે તો ઝાડ કાપવા આપત્તિ અને વ્યવસ્થાપન ના ભાગરૂપે તાત્કાલિક કાપી લેવા નગરપાલિકા કચેરી ને મંજૂરી આપવાની વિનંતી કરાઇ છે. ચોમાસા પહેલા આ ઝાડ  કપાય તેવી લોકોની માંગ પણ છે. 
રિપોર્ટ: જ્યોતિ  જગતાપ,  રાજપીપળા
Translate »
%d bloggers like this: