થરાદ ની મુખ્ય કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ તૈરવેયા એ બચાવી લીધો

થરાદ નજીક મુખ્ય કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી, તરવૈયાએ બચાવી લીધો

થરાદ નજીકની મુખ્ય કેનાલમાં આજે વધુ એક યુવકે મોતની છલાંગ લગાવી હતી.જોકે બનાવની જાણ થતાં થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર સાથે પોલીસે તુરંત ઘટનાસ્થળે દોડી જઇ આ યુવકને મોતના મુખમાંથી બચાવી લઈ જીવિત હાલતમાં બહાર કાઢયો હતો.થરાદના દૂધ શીત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદા  કેનાલ પર નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીર આજે યુવકોને તરવાની તાલીમ આપી રહ્યા હતા એ વખતે જ નહેર પર ધસી આવેલા એક યુવકે કેનાલમાં ઝંપલાવી દેતા તરવૈયા સુલતાનભાઈ મીરે પણ તુરંત કેનાલમાં કુદી પડી આ યુવકને મોતના મુખમાંથી બચાવી જીવિત હાલતમાં જ  બહાર કઢાયો હતો.આ યુવકને જીવતદાન આપનાર સુલતાનભાઈ મીરના શૌર્યની સરાહના થઈ રહી છે.

વસરામ ચૌધરી થરાદ

Translate »
%d bloggers like this: