રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને આવતા થરાદના ચાર યુવકો ઝડપાયા

રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને આવતા થરાદના ચાર યુવકો ઝડપાયા

થરાદ પોલીસ મથકના કર્મચારીઓ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રામપુરા ચારરસ્તા પાસે આવતાં સરવાણા રાજસ્થાનથી એક સ્વીફ્ટ કાર દારૂ ભરી રામપુરા ચોકડીથી થરાદ તરફ જનાર હોવાની તથા કાર આગળ એક મોટરસાયકલ પાયલોટિંગ કરતું હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી પોલીસે રામપુરા ચાર રસ્તા પાસે નાકાબંધી કરી વૉચ ગોઠવી GJ08BQ 9771 નંબરના મોટરસાયકલ પરથી સંજયભાઈ રમણલાલ મોચી રહે થરાદ રાજગઢી તથા કલ્પેશભાઈ માલાભાઈ રાજપુત રહે. શેણલનગર સોસાયટી તથા GJ08AE 5699 નંબરની કારમાં બેઠેલા દલપતભાઈ વેરશીભાઈ મકવાણા (દલિત) રહે થરાદ શિવનગર તથા નારણભાઈ સુજાજી રાજપુત રહે ચારડા તા. થરાદ ની 32 પેટી, 1392 બોટલ કિંમત રૂપિયા 139200 તથા ૩૦૦૦૦૦ ની કાર તથા 30000 નું મોટરસાયકલ અને 11 હજારની કિંમતના ત્રણ મોબાઇલ મળીને કુલ રૂપિયા 480200 નો મુદ્દામાલ કબજે લઇ એકબીજાના મેળાવીપણાથી વિદેશી દારૂની હેરાફેરી કરવા બદલ પ્રોહીબેશનના ગુના મુજબ વધુ કાર્યવાહી હાથ ધરી હતી

 

વસરામ ચૌધરી થરાદ

Translate »
%d bloggers like this: