થાનગઢ – તરણેતર રોડ પર કન્ટેનર માં અચાનક લાગી આગ આગ માં એક મહિલા નું મોત અને ત્રણ મહિલા ને ગંભીર ઇજાઓ થવા પામી

થાનગઢ – તરણેતર રોડ પર કન્ટેનર માં અચાનક લાગી આગ

આગ માં એક મહિલા નું મોત અને ત્રણ મહિલા ને ગંભીર ઇજાઓ થવા પામી

થાનગઢ માં કારખાનાનો વ્યવસાય દિવસે દિવસે વધતાં આજ રોજ સવારે તરણેતર રોડ ઉપર આવેલ સની સિરામિક પાસે સેનેટરીવેર્સ નો સામાન ભરવા જતું કન્ટેઈનર ડ્રાઈવર ની ભુલના કારણે ઉપર ઇલેક્ટ્રિક લાઈન અડી જતાં કન્ટેઈનર માં સોટ લાગી ને આગ ભભુકી ઉઠી હતી .

તેમાં સામાન ભરવામાં આવેલ ૧ મહિલા ભાનુબેન દેવાભાઇ નું મોત નીપજયું અને ૩ મહિલા લીલાબેન, રેખાબેન અને જાનાબેન ને ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.કન્ટેઈનરનો ડ્રાઈવર નાસી છુટયો હતો.જેની તપાસ પી.એસ.આઇ એ.એ.વડગામા હાલ કરી રહ્યા છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: