આજે થયું ભારતીય સેનાએ ધ્રુવાસ્ત્ર ગાઈડેડ મિસાઈલનું સફળ પરિક્ષણ

ભારતીય સેનાએ ધ્રુવાસ્ત્ર ગાઈડેડ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે.

ઓરિસ્સાના બાલાસોરમાં 15 અને 16 જુલાઈએ તેને ટોપ અને ડાયરેક્ટ મોડમાં ફાયર કરવામાં આવી હતી. ધ્રુવાસ્ત્ર સેનામાં પહેલેથી સામેલ નાગ મિસાઈલનું અપગ્રેડેડ વર્ઝન છે. તે 7 કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેલી દુશ્મનોની ટેન્કને નિશાન બનાવી શકે છે. સેનાના સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી છે.ગત વર્ષે નાગ મિસાઈલનો ટેસ્ટ થયો હતો
ગત વર્ષે થારના રણમાં એન્ટી ટેન્ક મિસાઈલ નાગની થર્ડ જનરેશનનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તે ફાયર એન્ડ ફરગોટ સિસ્ટમ પર કામ કરે છે. એટલે કે તેને છોડ્યા પછી કોઈ કમાન્ડની જરૂર પડતી નથી. તે ચોક્કસ નિશાન પર હુમલો કરે છે.

નાગ મિસાઈલનો ટેસ્ટ 12 દિવસ સુધી કરવામાં આવ્યો હતો. ત્યારે તે તેના તમામ સ્ટાન્ડર્ડ પર ખરી ઉતરી હતી. પછીથી રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેને બનાવનાર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના વૈજ્ઞાનિકો અને તેનું ટેસ્ટિંગ કરનારી સેનાની ટીમને અભિનંદન આપ્યા હતા.નાગની વિશેષતા શું છે ?
નાગ મિસાઈલ કોઈ પણ ટેન્કને તોડી પાડી શકે છે. તે ઉડાન ભર્યા પછી ઓપરેટરને સમગ્ર વિસ્તારના ફોટા મોકલ્યા કરે છે. તેનાથી ક્ષેત્રોમાંની દુશ્મનોની ટેન્કોની સંખ્યાની પણ માહિતી મળી જાય છે. તેના આધારે બીજી મિસાઈલને નિશાન બનાવી શકાય છે. આ મિસાઈલ એક વખતમાં આઠ કિલોગ્રામ વોરહેડને લઈને જાય છે. તે 230 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી પોતાના લક્ષ્યને નિશાન બનાવે છે. જોકે ધુ્વાસ્ત્રની તમામ ખૂબીઓ હાલ જાણવા મળી નથી.ધ્રુવાસ્ત્રની વિશેષતા શું છેઃલંબાઈ 1.9 મી વજન 45 કિગ્રા. ડાયામીટર 0.16 મી. રેન્જ 500મી.થી 7કિમી. એસએસકેપી 80%

gf

Translate »
%d bloggers like this: