હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

તેલંગાનાના પાટનગર હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને બાદમાં જીવતી સળગાવીને હત્યા કરવાના મામલામાં ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ, દુષ્કર્મ અને હત્યાના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. નોંધનીય છે કે, પોલીસે જધન્ય ઘટનાના 48 કલાકની અંદર જ ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પર ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
મળતા અહેવાલો મુજબ, હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપી માર્યા ગયા છે. તેલંગાના પોલીસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી દીધું છે. મળતી માહિતી મુજબ, પોલીસ આ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રહી હતી, જ્યાંથી આ ચારેય આરોપીઓને મારવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પોલીસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી દીધું.

Live crime news

Translate »
%d bloggers like this: