દારૂની ૯૬ સાથે કુલ રૂ.૪૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી તળાજા પોલીસ

ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નગં- ૯૬ સાથે કુલ રૂ.૪૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી તળાજા પોલીસ

 મ્હે.પોલીસ અધીક્ષક.સા.શ્રી ભાવનગર દ્રારા પ્રોહી /જુગાર ની બદી નેસ્તનાબુદ કરવા માટેની ડ્રાઇવ અન્વયે મહુવા ડીવીઝનના નાયબ પોલીસ અધીક્ષક.સા.શ્રી ની સુચના મુજબ તળાજા પોલીસ સ્ટેશનના I/c પોલીસ ઇન્સ્પેક્ટર સા.શ્રી ના માર્ગદર્શન હેઠળ ડી’સ્ટાફના હેડ .કોન્સ. એસ.વી.બોરીચા તથા પો.કોન્સ.ભાવેશભાઇ લાભશંકરભાઇ બારૈયા તથા કપિલભાઇ નીરૂભાઇ તથા તેજપાલસિહ ટેમુભા તથા દિગ્વિજયસિહ રઘુવીરસિહ એ રીતે ના પો.સ્ટે.વિસ્તારમા પ્રોહી /જુગાર અંગે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન પો.કોન્સ કપિલભાઇ નીરૂભાઇ ને બાતમી મળેલ કે પાવઠી ગામ ખોડીયાર નગર તળાવ પાસે બે ઇસમ વિદેશી દારૂ રાખી વેચાણ કરે છેે. જે હકિકતવાળી જગ્યા એ પ્રોહી રેઇડ કરતા મજકુર અતુલભાઇ જયંતિભાઇ બારૈયા રહે.તળાજા ગોપનાથ રોડ વાળો હાજર મળી આવેલ સદરહુ જગ્યાએ ઓરડી ની અંદર શેટી નીચે પેટી નંગ-૬ તથા સીમેન્ટની થેલી -૨ મળી આવેલ જેમાં જોતા પાર્ટી સ્પેશ્યલ તથા બ્લુયુ મુન બ્રાન્ડ ની ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની સીલપેક બોટલ નંગ -૯૬ જેની કુલ કિ.રૂ. ૪૮૦૦૦/- નો મુદામાલ રાખી આરોપી અતુલભાઇ જયંતિભાઇ બારૈયા પકડાઇ જઇ તેમજ બાલો વીનુભાઇ વાઘેલા રહે.પાવઠી તા.તળાજા વાળો હાજર નહી મળી આવી મજકુર બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ .ઇ,૮૧, ૧૧૬(બી), મુજબનો ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે

આ કામગરીમાં તળાજા પોલીસ સ્ટેશનના ડી’સ્ટાફના હેડ .કોન્સ. એસ.વી.બોરીચા તથા પો.કોન્સ.ભાવેશભાઇ લાભશંકરભાઇ બારૈયા તથા કપિલભાઇ નીરૂભાઇ તથા તેજપાલસિહ ટેમુભા તથા દિગ્વિજયસિહ રઘુવીરસિહ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા

Translate »
%d bloggers like this: