રાષ્ટ્ર કી ઉન્નતિ કા હૈ સંકલ્પ હમારા સ્વસ્થ પર્યાવરણ કા લક્ષ્ય હમારા

રાષ્ટ્ર કી ઉન્નતિ કા હૈ સંકલ્પ હમારા સ્વસ્થ પર્યાવરણ કા લક્ષ્ય હમારા

વૃક્ષ વાવો, સમૃદ્ધિ લાવો અને પર્યાવરણ બચાવોના ભગીરથ સંકલ્પ સાથે વૃક્ષારોપણએ આપણી નૈતિક ફરજ છે. પ્રાચીન સમયથી જ માનવ અને પ્રકૃતિ વચ્ચે ઘનિષ્ટ સંબંધ રહ્યો છે. વૃક્ષ માનવ જીવન માટે અનેક રીતે ઉપયોગી છે અને વૃક્ષ એજ જીવન છે ત્યારે વૃક્ષારોપણ એક પવિત્ર યજ્ઞકાર્યના ભાગરૂપે એક કાર્યકર્તા એક વૃક્ષના સૂત્ર સાથે તળાજાના પ્રસિદ્ધ પંચનાથ મહાદેવ મંદિર ખાતે સાંસદશ્રી ડૉ ભારતીબેન શિયાળ તેમજ નગરપાલિકાના અધ્યક્ષશ્રી દક્ષાબા સરવૈયાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરી તેનું જતન અને ઉછેરનો લોકાભિમુખ સંકલ્પ કરવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમમાં શ્રી મુકેશભાઈ લંગાળીયા, પરેશભાઈ જાની, વિક્રમસિંહ ગોહિલ, સુરેન્દ્રસિંહ સરવૈયા, હનીફભાઈ તુર્કી, પાતાભાઈ દોરાળા,ભાવેશભાઈ જાની, ધીરુભાઈ શિયાળ, રમેશભાઈ ભાલીયા, રમાબેન ડાભી, વૈભવ જોષી, ઇમરાન પઠાણ સહીત જિલ્લા ભાજપ સહીત તળાજા શહેર ભાજપના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર :- વૈભવ જોષી તળાજા

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલ પર

Translate »
%d bloggers like this: