દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારના નીચડી ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારુ ના જથ્થા સાથે એક ઇસમને જડપી પાડતી દાઠા પોલીસ 

ભાવનગર રેન્જ આઇ.જી.સા. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની તથા શ્રી આર.એચ.જાડેજા નાયબ પોલીસ અધીક્ષક મહુવા વિભાગ મહુવા નાઓની ભાવનગર જીલામા દારુ જુગારની બદી નેસ નાબુદ કરવા સખત સુચના આપેલ જે સુચના અને માર્ગદર્શન હેઠળ દાઠા પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. આર.એ.વાઢેર સા. તથા પો.સ્ટેના માણસો પો.સ્ટે વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતા દરમ્યાન હેડ કોન્સ. બી.વી.ડોડીયા નાઓને મળેલ હકીકત આધારે પીથલપુર ગામે પ્રોહી. અંગે વોચમા હતા દરમ્યાન તળાજા તરફથી એક સફેદ કલરનો બોલેરો નં.GJ 04 AW 0174 નો શંકાસ્પદ રીતે આવતા તેને રોકવાની કોશીશ કરતા તે ઉભો રહેલ નહી. જેથી તેનો પીછો કરી નીચડી ગામ પાસે તેને રોકી તપાસ કરતા ભારતીય બનાવટની ઇંગલીશ દારુ ની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ.૩૩૪ કી.રૂ.૧૦૦૨૦૦/- તથા બોલેરો કી.રૂ.૪૦૦૦૦૦/- મળી કુલ કી.રૂ.૫૦૦૨૦૦/- નો મુદામાલ સાથે આરોપી નં.

૦૧ જાહીદભાઇ હુસેનભાઇ બાવળીયા રહે.ઠાડચ તા,પાલીતાણા વાળા ને પકડી તથા આરોપી નં.૦૨ ભુપતભાઇ વલ્લભભાઇ રહે.ઠાડચ વાળો નાસી ગયેલ હોય તો તેના વિરુધ્ધ દાઠા પોલીસ સ્ટેશનમા ગુનો રજી. કરાવેલ છે.


*આ સમગ્ર કામગીરીમાં દાઠા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. આર.એ.વાઢેર તથા હેડ કોન્સ. બી.વી.ડોડીયા તથા હેડ કોન્સ. એચ.બી.સોલંકી તથા પો.કોન્સ. યોગરાજસિંહ વાળા તથા પો.કોન્સ. જયરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. વિજયભાઇ મકવાણા એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા*

Translate »
%d bloggers like this: